Mary Kom: મેરી કોમે બોક્સિંગમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું, 6 વખત રહીં છે વિશ્વ વિજેતા
Mary Kom: બોક્સિંગમાં ભારતને વિશ્વમાં અલગ ઓળખ અપાવનાર મેરી કોમે બોક્સિંગને અલવિદા કહ્યું છે. ઓલિમ્પિક મેડલની વિજેતા મેરી કોમે બોક્સિંગમાંથી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. મેરી કોરે આ જાહેરાત જાતે કરી છે. સૌ જાણે છે કે, મેરી કોમ 6 વખત વિશ્વ ચેમ્પિયન રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યારે મેરી કોમ 41 વર્ષની જઈ ગઈ છે અને ઈન્ટરનેશનલ બોક્સિંગ સંઘ પુરૂષ અને મહિલા બોક્સરોને માત્ર 40 વર્ષની ઉંમર સુધી આ પ્રતિયોગીતામાં ભાગ લેવાની પરવાનગી આપે છે.
હું હજી પણ વધારે રમવા માંગું છું: મેરી કોમ
ઉલ્લેખનીય છે કે, એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, વિશિષ્ટ રમતોમાં રમવાની હજી પણ ઈચ્છા છે. હું હજી પણ વધારે રમવા માંગું છું. પરંતુ મારી ઉંમરના કારણ મને રમવાનું નથી કહેવામાં આવતું. હું મજબૂર છું અને આ મારૂ દૂર્ભાગ્ય છે. આ જ કારણ છે કે, મારે સન્યાસ લેવાનો કઠોળ નિર્ણય લેવો પડ્યો છે. જો કે, મને ગર્વ છે કે મે મારા કરિયરમાં ઘણું બધું મેળવી લીધું છે.
"It's over": Star India boxer Mary Kom draws curtain on remarkable career
Read @ANI Story | https://t.co/yOoAh75p63#MaryKom #boxer #retirement pic.twitter.com/EF8K08B0mF
— ANI Digital (@ani_digital) January 24, 2024
મેરી કોમ 6 વખત વિશ્વ વિજેતા બન્યા છે
તમને જણાવી દઈએ કે, મેરી કોમએ બોક્સિંગમાં અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. મેરી કોમ વિશ્વની પહેલી એવી બોક્સર છે જે 6 વખત વિશ્વ વિજેતા બની છે. 2014માં એશિયાઈ રમતમાં સુવર્ણ પદક જીતવા વાળી પ્રથમ મહિલા મેરી કોમ છે. આ સાથે 2012માં લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યો હતો. તમને જણાવી દઈએ કે 2006માં મેરી કોમને પદ્મશ્રી, 2009માં ભારતનો સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી પણ સન્માન કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: રામલલાના દર્શન માટે ગર્ભગૃહમાં પહોંચ્યા કપિરાજ
2014માં મેરી કોમની બાયોપિક ફિલ્મ
Mary Kom સાત પ્રતિયોગિતામાંથી પ્રત્યેકમાં પદક જીતવા વાળી એકમાત્ર માહિલા બોક્સર પણ છે. ઉલ્લેખનીય છે કે, મણિપુર સરકારે 2018માં તેમના અસાધારણ પ્રદર્શન માટે મીથોઈ લીમાની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. મેરી કોમને પદ્મ ભૂષણ, પદ્મશ્રી,અર્જુન પુરસ્કાર અને કઈ અન્ય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. એટવું જ નહીં પરંતુ તેમના જીવન પર આધારિક એક બાયોપિક ફિલ્મ પણ બનેલી છે. મેરી કોમ ફિલ્મ 2014માં આવી હતી.