ભારતને પ્રથમ પદક અપાવનાર મનુ ભાકરને PM Modi સહિત આ જાણીતી હસ્તીઓએ પાઠવી શુભેચ્છા!
Manu Bhaker Won Bronze: Paris Olympic 2024 માં ભારતે મેડલનું ખાતું ખોલ્યું છે. ભારતીય નિશાનબાજ Manu Bhaker એ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં Bronze medal ને ભારતે પ્રથમ Paris Olympic 2024 માં મેડલ અપાવ્યો છે. Manu Bhaker એ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં Bronze medal જીત્યો અને આ રીતે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની. Manu Bhaker એ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતાં.
ઓ યે જીને 243.2 પોઈન્ટ મેળવીને Gold Medal મેળવ્યો
અને કિમ યેજીએ 241.3 પોઈન્ટ મેળવીને Silver Medal જીત્યો
Manu Bhaker એ ફાઇનલમાં Bronze medal મેળવ્યો
તે ઉપરાંત ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગ સ્પર્ધામાં ભારતનો આ પાંચમો મેડલ છે. કોરિયન ખેલાડીઓ ઓ યે જીને 243.2 પોઈન્ટ મેળવીને Gold Medal મેળવ્યો, તો અને કિમ યેજીએ 241.3 પોઈન્ટ મેળવીને Silver Medal જીત્યો હતો. શૂટર Manu Bhaker ને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તે ઉપરાંત દેશના તમામ લોકો સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમ દ્વારા શૂટર Manu Bhaker ને અભિનંદન પાઠવ્યા છે.
બહુવિધ વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે
ઉલ્લેખનીય છે કે, 22 વર્ષની Manu Bhaker પેરિસ 2024 ઓલિમ્પિક શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ અને મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે 21-સભ્ય ભારતીય શૂટિંગ ટીમમાંથી એક માત્ર એથ્લેટ છે જેણે બહુવિધ વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. અત્યારે Manu Bhaker એ ભારતને સારી એવી નામના આપવી છે. અત્યારે મનુએ ભારતને Paris Olympics 2024 નો પહેલો મેડલ અપાવ્યો છે. Paris Olympic 2024 માં અત્યારે ભારતનું પ્રદર્શન ખુબ જ સારૂ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં મેળવ્યો પ્રથમ મેડલ