ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

વિશ્વવિખ્યાત IIM-Ahmedabad દ્વારા ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ વિષયક કેસ સ્ટડીઝનું લોન્ચિંગ

BAPS નાં આધ્યાત્મિક વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વરદહસ્તે ઉદ્ઘાટન કરાયું.
10:51 AM Dec 02, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage
  1. ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ વિષયક કેસ સ્ટડીઝનું લોન્ચિંગ
  2. વિશ્વવિખ્યાત IIM (Ahmedabad) દ્વારા 3 મહત્ત્વપૂર્ણ કેસ સ્ટડીઝ તૈયાર કરાઈ
  3. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, BAPS ના આધ્યાત્મિક વડા, IIM ના પ્રોફેસરો દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ઐતિહાસિક પ્રસંગ પર, વિશ્વપ્રસિદ્ધ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ IIM અમદાવાદ દ્વારા 3 મહત્ત્વપૂર્ણ કેસ સ્ટડીઝ તૈયાર કરવામાં આવી છે, જેમ હાર્વર્ડ યુનિવર્સિટીએ કુંભ મેળા પર અભ્યાસ કર્યો હતો, તેમ IIM દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે.

> 600 એકરમાં ફેલાયેલું ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ માત્ર 9 મહિનામાં કેવી રીતે નિર્માણ પામ્યું ?
> સતત 35 દિવસ સુધી કાર્યરત આ વિશાળ પ્રોજેક્ટનાં આયોજન અને અમલીકરણનાં વિશિષ્ટ અભિગમો કેવા હતા ?
> આ નગરમાં 1.2 કરોડથી વધુ મુલાકાતીઓનું સફળ સંચાલન કેવી રીતે થયું ?

આવી અનેક જિજ્ઞાસાઓને સંતોષતા 3 અભ્યાસપૂર્ણ કેસ સ્ટડીઝ IIM-Ahmedabad દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયા છે.

આ કેસ સ્ટડીઝમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા 600 એકરના અભૂતપૂર્વ ‘નગર’ નાં આયોજન અને સંચાલનની પ્રક્રિયાને વિગતવાર રીતે સમજાવવામાં આવી છે. BAPS ના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (Param Pujya Mahant Swami Maharaj) દ્વારા 28 નવેમ્બરે ઉદ્ઘાટિત આ કેસ સ્ટડીઝ હવે IIM (અમદાવાદ) ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ કેસ સ્ટડીઝ વિશ્વભરનાં લોકો માટે નેતૃત્વ, પ્રબંધન અને મેગા પ્રોજેક્ટ્સનાં અમલીકરણનાં વિષયમાં દીવાદાંડી સમાન બની રહેશે.

આ પણ વાંચો - Gujarat: લોકમેળાને પુનઃ ઉજાગર કરવા હર્ષ સંઘવીની અનોખી પહેલ, માત્ર 7 કલાકમાં 900થી વધુ લોકોએ આપી માહિતી

IIM નાં અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા (Vishal Gupta), પ્રોફેસર સરલ મુખર્જી (Saral Mukherjee) અને પ્રોફેસર ચેતન સોમનના (Chetan Soman) ઊંડા સંશોધન અને વિશ્લેષણથી તૈયાર થયેલા આ કેસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન, સેવાભાવનાં અને નેતૃત્વનાં નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તૂત થયું છે. તે ઉપરાંત આ મેગા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અહીંની માળખાકીય સુવિધાઓ, લોજિસ્ટિક્સ, સસ્ટેનિબિલિટી અને આવા વિશાળ પ્રકલ્પને સૂગમ બનાવતી ટેક્નોલોજીની ભૂમિકાને પણ આલેખી છે. આ પહેલ એક મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ છે.

આ પણ વાંચો - Amreli જિલ્લાની ધારી ગ્રામ પંચાયત હવે બનશે ધારી નગરપાલિકા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

પૂર્વે હાર્વર્ડ યુનિવર્સિટીએ કુંભમેળા પર કેસ સ્ટડી તૈયાર કરી તેને મેનેજમેન્ટનાં દૃષ્ટિકોણથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. તે રીતે હવે વિશ્વવિખ્યાત પ્રબંધન શાખા IIM Ahmedabad, ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ને (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) મેનેજમેન્ટની નજરથી દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે. જે આવનારા ભવિષ્યમાં વિશાળ કદનાં કોઇ પણ ક્ષેત્રના પ્રોજેકટ માટે એક આદર્શ મૉડેલરૂપ નીવડી શકે તેમ છે. આ કેસ સ્ટડીઝ હવે સૌ કોઈના લાભાર્થે IIM અમદાવાદની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ વ્યાવસાયિકો માટે નેતૃત્વ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિષયમાં આ કેસ સ્ટડીઝ (Case Studies) દીર્ઘકાળ સુધી પ્રેરણાની પરબ સમા બની રહેશે.

આ પણ વાંચો - Surat: Home Minister Harsh Sanghvi ના વરદ હસ્તે એન્ટી નાર્કોટિક્સ યુનિટનું કરાયું ઉદ્ઘાટન

Tags :
‘Pramukh Swami Maharaj NagarAhmedabadBAPSBreaking News In GujaratiCase Studies on Pramukh Swami Maharaj Shatabdi MahotsavGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHarvard UniversityIIM AhmedabadKumbh MelaLatest News In GujaratiNews In GujaratiParam Pujya Mahant Swami MaharajPramukh Swami Maharaj Shatabdi MahotsavProfessor Chetan SomanProfessor Saral MukherjeeProfessor Vishal Gupta