Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahisagar : વીરપુરમાં પતિને 'બૈરું કરડ્યું'! સો. મીડિયા પર સરકારી હોસ્પિ. નાં કેસ પેપરનું લખાણ વાઇરલ!

મહિસાગરનાં વીરપુરમાં પત્નીએ પતિને બચકું ભર્યું! સારવારનો કાગળ થયો વાયરલ, લખ્યું 'બૈરું કરડ્યું'! વાયરલ કેસ પેપરની ગુજરાત ફર્સ્ટ નથી કરતું પુષ્ટિ Mahisagar : અત્યાર સુધી સામાન્ય રીતે શ્વાન કરડવા કે અન્ય પ્રાણીઓ કરડવાનાં કિસ્સા તમે જોયા કે સાંભળ્યા હશે....
mahisagar   વીરપુરમાં પતિને  બૈરું કરડ્યું   સો  મીડિયા પર સરકારી હોસ્પિ  નાં કેસ પેપરનું લખાણ વાઇરલ
  1. મહિસાગરનાં વીરપુરમાં પત્નીએ પતિને બચકું ભર્યું!
  2. સારવારનો કાગળ થયો વાયરલ, લખ્યું 'બૈરું કરડ્યું'!
  3. વાયરલ કેસ પેપરની ગુજરાત ફર્સ્ટ નથી કરતું પુષ્ટિ

Mahisagar : અત્યાર સુધી સામાન્ય રીતે શ્વાન કરડવા કે અન્ય પ્રાણીઓ કરડવાનાં કિસ્સા તમે જોયા કે સાંભળ્યા હશે. પણ, બૈરું કરડવાની ઘટના તમે સાંભળી છે ખરી ? મહિસાગરનાં વીરપુરની (Virpur) સરકારી હોસ્પિટલનાં નામે એક કેસ પેપર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. કેશ પેપરમાં જે લખ્યું છે તે વાંચીને તમે રમૂજની સાથે વિસ્મય પામી જશો. આ કેશ પેપરમાં (Cash Paper) બૈરું કરડી ગયાનો ઉલ્લેખ કરાયો છે. ગામઠી ભાષામાં કહીએ તો પત્ની તેના પતિને કરડી હોય. પરંતુ, ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારની ઘટનામાં ડોક્ટર દ્વારા ધનુર ન થાય તે માટે દવા પણ લખી અપાઈ છે. જો કે, હાલમાં આ કેશ પેપરની ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ થઈ છે. જો કે, આ વાઇરલ કેસ પેપરની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી.

Advertisement

આ પણ વાંચો - World University Games માટે પહેલીવાર ગુજરાતનાં આ બે ખેલાડીઓની પસંદગી

સરકારી હોસ્પિટલનાં ના નામે કેસ પેપર વાઇરલ

મહિસાગરમાંથી (Mahisagar) એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાનાં વીરપુરમાં એક પત્ની પતિને કરડી હોવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર હાલ સરકારી હોસ્પિટલનાં (Virpur Government Hospital) નામે એક કેસ પેપર ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે. આ કેશ પેપરમાં જે લખ્યું છે તે વાંચી સૌ કોઈ રમૂજની સાથે વિસ્મય પામી રહ્યા છે. આ કેસ પેપરમાં બૈરું કરડી ગયાનો ઉલ્લેખ કરાયો છે. ગામની ભાષામાં કહીએ તો પત્નીએ પતિને કરડી હોય... આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વીરપુરમાં (Virpur) એક પતિને પત્નીએ બચકું ભર્યું હતું. આથી, પતિ સારવાર અર્થે ડોક્ટર પાસે સરકારી હોસ્પિટલમાં ગયો હતો.

Advertisement

આ પણ વાંચો - Gujarat Congress : કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર હાઈકોર્ટનાં શરણે, રાહુલ ગાંધી આવશે ગુજરાત!

Advertisement

બૈરું કરડી જતાં ધનુર ન થાય તે માટે ડોક્ટરે દવા લખી આપી!

ચોંકાવનારી બાબત એ છે કે સરકારી હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઇજાગ્રસ્ત પતિને તપાસી અલગ અલગ દવા લખી આપી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ કેસ પેપર પર લખેલ માહિતી પરથી લોકો અંદાજ લગાવવામાં આવી રહ્યાં છે કે પતિને પત્નીએ બચકું ભરી લેતા ડોક્ટરે ધનુર ન થાય તે માટે દવા લખી આપી હતી. જો કે, સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ કેસ પેપરની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પુષ્ટિ કરતું નથી. પરંતુ, હાલ આ મામલો ખૂબ જ ચર્ચામાં છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - CM Gujarat-જૂનાગઢવાસીઓને રૂ.૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ

Tags :
Advertisement

.