ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahatma Gandhi એ કેમ કહ્યું- 'અહીંનાં વણિકો કાપડમાં આસામનું સ્વપ્ન વણી રહ્યા છે...' વાંચો અહેવાલ

આજે વિશ્વભરમાં Mahatma Gandhi ની જન્મજયંતીની ઉજવણી  આસામમાં આવેલા ગાંધીમંડપ ખાતે વિશેષ કાર્યક્રમ સુઆલકુચીમાં સ્થાનિકો દ્વારા સિલ્કનાં કાપડમાં ગાંધીજીનું ચિત્રકૃતિ ભેટ આપ્યું હતું Mahatma Gandhi : આજે 2 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી... ત્યારે ગુજરાત ફર્સ્ટની (Gujarat...
09:46 AM Oct 02, 2024 IST | Vipul Sen
  1. આજે વિશ્વભરમાં Mahatma Gandhi ની જન્મજયંતીની ઉજવણી 
  2. આસામમાં આવેલા ગાંધીમંડપ ખાતે વિશેષ કાર્યક્રમ
  3. સુઆલકુચીમાં સ્થાનિકો દ્વારા સિલ્કનાં કાપડમાં ગાંધીજીનું ચિત્રકૃતિ ભેટ આપ્યું હતું

Mahatma Gandhi : આજે 2 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી... ત્યારે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ આસામનાં સુઆલકુચી (Sualkuchi) પહોંચી હતી. અહીંયા, ગાંધીમંડપ આવેલો છે જ્યાં ગાંધીજીએ અહીંનાં વણિકોને કહ્યું હતું કે તમે આસામનું સ્વપ્ન વણી રહ્યા છો. ગાંધીજીએ આવું કેમ કહ્યું હતું ? વાંચો આ સમગ્ર અહેવાલમાં...

આ પણ વાંચો - Mahatma Gandhiji ની જન્મજયંતી નિમિત્તે પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું 'સ્વચ્છતા હી સેવા અભિયાન'

આસામનાં સુવાલકુંચીમાં આવેલું છે ગાંધીમંડપ

આજે એટલે કે 2 ઓક્ટોબરનાં દિવસે મહાત્મા ગાંધીની જન્મજયંતીની (Mahatma Gandhi Birth Anniversary) ઉજવણી આખો દેશ કરી રહ્યો છે. દેશને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો છે અને એટલા જ માટે આજે આખું વિશ્વ અને આખો દેશ ગાંધીજીને યાદ કરે છે. દેશની આઝાદી પહેલા ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં ગાંધીજીએ પ્રવાસ કર્યા હતા, જેમાં આસામનાં (Assam) સુવાલકુંચી ખાતે ગાંધીજી વર્ષ 1946 માં પહોચ્યા હતા અને આજે પણ આ સ્થળ ગાંધીમંડપ (Gandhi Mandap) તરીકે ઓળખાય છે. આ સ્થળ એટલા માટે ગાંધીમંડપ તરીકે ઓળખાય છે કારણ કે ગાંધીજી એ અહીંયા એક જંગી જનસભાને સંબોધિત કરી હતી.

આ પણ વાંચો - Porbandar : આજે રાષ્ટ્રપિતાની જન્મજયંતી, કીર્તિ મંદિરે CM ની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા, વિવિધ કાર્યક્રમ યોજાશે

'અહીંનાં વણિકો કાપડમાં આસામનું સ્વપ્ન વણી રહ્યા છે'

સુઆલકુચી (Sualkuchi) મુખ્યત્વે સિલ્કનાં કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે અને સુઆલ કુચીનાં વણિકો સાથે ગાંધીજી એ સંવાદ કર્યો હતો .સભા દરિમયાન ગાંધીજીને (Mahatma Gandhi) સ્થાનિકો દ્વારા સિલ્કનાં કાપડમાં મહાત્મા ગાંધીનું ચિત્રકૃતિ ભેટ આપ્યું હતુ. આ ભેટ સ્વીકારતા ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા હતા અને કહ્યું હતું કે, અહીંનાં વણિકો કાપડમાં આસામનું સ્વપ્ન વણી રહ્યા છે. આજે પણ આસામની મુલાકાત આવતા અનેક પ્રવાસીઓ આ સ્થળને અચૂક મુલાકાત લેતા હોય છે. કારણ કે ગાંધી આજે પણ વિચારરૂપી જીવંત છે અને સાશ્વત છે.

અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો - 'ગાંધી ટુ હિટલર' થી લઈને 'હે રામ' સુધી, આ 5 ફિલ્મો મહાત્મા ગાંધીના વિચારોને અમર કરે છે...

Tags :
156th birth anniversary of Mahatma GandhiAssamAssam Clothbirth anniversary of Mahatma GandhiGandhi MandapGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMahatma GandhiMahatma Gandhi JayantiSualkuchiमहात्मा गांधीમહાત્મા ગાંધીમહાત્મા ગાંધી જન્મ જયંતી
Next Article