Maharashtra Politics : NCP અને BJP નેતાઓ વચ્ચે ઘર્ષણ, ભુજબળે RSS વિશે કહ્યું કંઇક આવું...
Maharashtra Politics : RSS ના નજીકના ગણાતા સાપ્તાહિક ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત થયેલા એક લેખને લઈને ગુરુવારે BJP અને અજિત પવારની આગેવાની હેઠળની NCP વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થયું હતું. લેખમાં NCP સાથે ગઠબંધન કરવા બદલ ભાજપની ટીકા કરવામાં આવી હતી.
છગન ભુજબળે જણાવી આ વાત...
આ મુદ્દે પત્રકારો સાથે વાત કરતા NCP ના નેતા અને રાજ્ય સરકારના મંત્રી છગન ભુજબળે (Chhagan Bhujbal) કહ્યું કે આ (લેખ) અમુક અંશે સાચો હોઈ શકે છે. કેટલાક લોકોએ પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જેવા કોંગ્રેસના નેતાઓને સામેલ કરવા બદલ ભાજપની ટીકા પણ કરી છે. કોંગ્રેસના પૂર્વ નેતા મિલિંદ દેવરાને પણ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ સામેલ કરીને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.
#WATCH | Mumbai: Maharashtra Minister and NCP leader Chhagan Bhujbal says "We (NCP) were given only 4 seats out of the 48 seats for the Lok Sabha elections. Of those 4 seats, 2 were taken away from us. So, in these 2 seats, Raigad and Baramati and we won 1 seat. Now, how can… pic.twitter.com/SpBgwkbiKl
— ANI (@ANI) June 14, 2024
જ્યારે ભાજપ સારું પ્રદર્શન કરે છે ત્યારે RSS ...
ભુજબળે કહ્યું- પણ ઉત્તર પ્રદેશના પરિણામોની વાત કોણ કરશે, જ્યાં ભાજપની બેઠકો ઘટી? અન્ય રાજ્યોનું શું જ્યાં તેણે કેટલીક બેઠકો ગુમાવી. NCP પાર્ટીના યુવા નેતા સૂરજ ચવ્હાણે કહ્યું કે જ્યારે ભાજપ સારું પ્રદર્શન કરે છે ત્યારે તેનો શ્રેય RSS ની મહેનતને આપવામાં આવે છે. પરંતુ, હારનો દોષ અજિત પવાર પર નાખવામાં આવે છે.
NDA ની બેઠકોમાં આવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ...
આનો વિરોધ કરતાં ભાજપના એમએલસી પ્રવીણ દરેકરે કહ્યું કે RSS વિશે ટિપ્પણી કરવાની જરૂર નથી. સૂરજ ચવ્હાણે સંગઠન પર ટિપ્પણી કરવામાં ઉતાવળ ન કરવી જોઈતી હતી. ભાજપે NCP વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી નથી. NDA ની બેઠકોમાં આવા મુદ્દાઓ પર ચર્ચા થાય તો સારું રહેશે.
આ પણ વાંચો : ગઠબંધનમાં વધતી તકરારના કારણે Maharashtra ની રાજનીતિ ગરમાઈ, BJP સરકાર પડી ભાંગે તેવી શક્યતા!
આ પણ વાંચો : Indresh Kumar : જે લોકો અહંકારી હતા તેમને……!
આ પણ વાંચો : Delhi : 15 કલાક પછી પણ ચાંદની ચોકની આગ ન ઓલવાઈ, કરોડોનો સામાન બળીને ખાખ Video