Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહારાષ્ટ્ર : ભિવંડીમાં મકાન ધરાશાયી થતાં 15થી વધુ લોકો દટાયા, NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગી

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીના વાલપાડા વિસ્તારમાં શનિવારે એક ઈમારત ધરાશાયી થઈ હતી. ધરાશાયી થયેલી ઇમારત નીચે 15થી 20 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર વિભાગને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી અને...
06:09 PM Apr 29, 2023 IST | Dhruv Parmar

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીના વાલપાડા વિસ્તારમાં શનિવારે એક ઈમારત ધરાશાયી થઈ હતી. ધરાશાયી થયેલી ઇમારત નીચે 15થી 20 લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર વિભાગને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી અને તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા.

આ બિલ્ડિંગ કૈલાશનગરના વાલપાડામાં વર્ધમાન કમ્પાઉન્ડમાં હતું. અને આ મકાનની નીચે એક વેરહાઉસ છે અને તેની ઉપર એક ઘર હતું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ બિલ્ડીંગના બીજા માળે 3 થી 4 પરિવારો રહેતા હતા. નીચેના માળે ગોડાઉન હતું જ્યાં મજૂરો કામ કરતા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર રહેણાંક હતું કે કોમર્શિયલ.

મહત્વનું છે કે, કાટમાળ નીચે 15 થી 20 લોકો ફસાયા છે. ગ્રાઉન્ડ પ્લસ 2 માળની ઇમારત હતી. ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર સહિત NDRF અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેટલાક મજૂરો પણ ત્યાં ફસાયેલા છે. થાણે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Tags :
Bhiwandibuilding collapseMaharashtrandrf teamRescue
Next Article