Junagadh : દાતાર રોડ પર બિલ્ડીંગ ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા
જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દાતાર રોડ પર કડિયાવાળ નજીક એક બિલ્ડીંગ ધરાશયી થઇ ગઇ અનેક લોકો બિલ્ડીંગ નીચે દબાયા હોવાની આશંકા છે. બિલ્ડીંગ પડવાની ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. અહીં શાકમાર્કેટ આવેલી હોવાથી દરરોજ લોકો આવતા હતા.
1 કલાક બાદ સ્થિતિ સ્પષ્ટ થશે
જૂનાગઢના એડિશ્નલ કલેક્ટર પટેલ સાહેબે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બિલ્ડિંગ જુની છે હાલ હાલ બચાવ કાર્ય શરૂ છે. આ લોકોને નોટિસ આપી હતી અંદર કોઈ હતું કે કેમ તે અને જાનહાનિ થઈ છે કે નહી તેની વિસ્તૃત વિગત 1 કલાક બાદ મળી શકશે. દુર્ઘટના બની ત્યારે આજુબાજુના ઉભેલા લોકો તેમા દટાયા હોય તેવી શક્યતા છે. હાલ ડોક્ટરોની ટીમ બોલાવી લેવાઈ છે અને હોસ્પિટલમાં આગોતરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આ બિલ્ડિંગ ધરાશયી થઈ
ઈમારત બહાર મહિલાઓ શાકભાજી વેચતી
દાતાર રોડ શાકમાર્કેટ પાસે ઘણા સમયથી ઈમારત જર્જરિત હતી. આ બિલ્ડીંગ બહાર મહિલાઓ શાકભાજી વેચવાનું કામ કરતી હતી અને રિક્ષા ચાલકો પણ અહીં ઉભા રહેતા હતા. મહિલાઓ પોતાના બાળકો સાથે અહીં શાકભાજી વેચવાનું કામ કરતી હતી ત્યારે આ લોકો આ ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની પ્રબળ શક્યતા હોવાનું સ્થાનિક મહિલા પાસેથી જાણવા મળ્યું છે. અહીં ખુબ સાંકડો રસ્તો હતો.
10 લોકો દટાયા હોવાની આશંકા
બિલ્ડીંગ ધરાશાયી થતાજ અહીં નાસભાગ મચી ગઇ હતી.. લગભગ 10 જેટલા લોકો બિલ્ડીંગ નીચે દટાયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. હાલ એનડીઆરએફની ટીમ દ્વારા અહીં બચાવ અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડોક્ટરો અને 108ની ટીમ સ્ટેન્ડ બાય
આ બિલ્ડીંગ ત્રણ માળનું હતુ..અત્યાર સુધી 50 ટકા જેટલો કાટમાળ હટાવી દેવાયો છે.. કાટમાળ હટાવી દેવાની કામગીરીને એટલા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે જેથી કરીને કાટમાળ નીચે કોઇ દટાયુું હોય તો તેનો જીવ બચાવી શકાય. .ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઘટના સ્થળો પહોંચ્યા છે. તેમજ ઈમર્જન્સી 108 ને પણ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે.
આ ઘટના પરથી તંત્ર બોધપાઠ લે : કોંગ્રેસ
જૂનાગઢ શહેર કોંગ્રેસ મહામંત્રી મનોજ જોષીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે. નવાબી શાસન વખતની ઈમારત છે. એનડીઆરએફ ની ટીમ છે જે બચાવ કામગીરી કરી રહી છે. જૂનાગઢમાં આવા ઘણાં બિલ્ડિંગ છે. જૂનાગઢની સરકારી બિલ્ડિંગો આવી હાલતમાં છે. કોર્પોરેશન કાયદાકિય રીતે આવા બિલ્ડિંગો હટાવી જોઈએ જે નથી કર્યું. આ ઘટના પરથી બોધ પાઠ લેવો જોઈએ.
જૂનાગઢમાં વરસાદના કારણે જુની બિલ્ડીંગો નબળી પડી
મહત્વપૂર્ણ છે કે આ બિલ્ડીંગ પહેલેથીજ જર્જરીત હતી.. દરમ્યાન જૂનાગઢમાં વરસેલા અવિરત અને ધોધમાર વરસાદે આ બિલ્ડીંગને વધારે નબળી બનાવી દીધી હતી, અને આ જ કારણે આ બિલ્ડીંગ ધરાશાયી થઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
સ્થાનિકો સાથે પુછપરછ શરૂ
બિલ્ડીંગ કેવી રીતે ઘરાશાયી થઈ છે અને તેમાં કેટલા લોકો હતા તેની તંત્ર દ્વારા આસપાસના લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. દાતાર રોડ પરના આ રહેણાંક વિસ્તારની સાથે બજાર પણ આવેલું છે હાલ આ ઈમારત જર્જરિત હોવાથી મનપા દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી છે કે નહી તે મોટો પ્રશ્ન છે પણ હાલ પ્રાથમિકતા બચાવકાર્યની છે.
જણાવી દઈએ કે, જુનાગઢમાં પુરની પરિસ્થિતિ બાદ આ બીજી મોટી દુર્ઘટના સામે આવી છે. ઈમારતમાં દટાયેલા લોકોની ચીસો બહાર આવી રહી છે. હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે.
( updating continue)