Maharashtra MLC Election : કોંગ્રેસ ફરી છેતરાઈ, NDAએ લીધો લોકસભા ચૂંટણીનો બદલો
Maharashtra MLC Election : આજે શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદ (Maharashtra Legislative Council) ની આવી ગયા છે. 11 બેઠકો માટે મતદાન (Election) થયા બાદ આજે મતગણતરી (Counting of votes) થઈ હતી. જ્યા NDAએ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) નો બદલો લીધો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં સત્તારૂઢ મહાયુતિએ 11માંથી 9 બેઠકો જીતી છે. રિપોર્ટ અનુસાર કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું જેનો ફાયદો NDA ગઠબંધનને થયો હતો. રાજ્યમાં 11 બેઠકો માટે 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. MVA પહેલાથી જ ક્રોસ વોટિંગથી ડરતી હતી. આવું જ કંઈક આ ચૂંટણીમાં જોવા મળ્યું. મહાવિકાસ આઘાડીના કુલ મતોમાંથી 5 મત વિરોધીના પક્ષે ગયા, જેના કારણે NDAના તમામ 9 ઉમેદવારો જીત્યા.
ચૂંટણીમાં મહાયુતિને મોટો ઝટકો
મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત જૂથ)એ મહાયુતિ હેઠળ લોકસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં મહાયુતિને મોટો ઝટકો લાગ્યો છે. મહાયુતિએ MLC ચૂંટણીમાં MVA પાસેથી તેનો બદલો લીધો છે. મહાયુતિને ક્રોસ વોટિંગનો લાભ મળ્યો અને તેમના તમામ ઉમેદવારો જીતી ગયા. વિધાન પરિષદની ચૂંટણીમાં 11માંથી 9 બેઠકો જીત્યા બાદ મહાયુતિ ગઠબંધનના નેતાઓએ વિજયના સંકેતો બતાવીને ઉજવણી કરી હતી. વિપક્ષ MVA તરફથી, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના સહયોગી મિલિંદ નાર્વેકર અને કોંગ્રેસના ઉમેદવાર પ્રજ્ઞા સાતવ જીત્યા છે. પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી (PWP) ના ઉમેદવાર જયંત પાટીલ, જેને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, તે ચૂંટણી હારી ગયા હતા. શિવસેનાએ બે ભૂતપૂર્વ લોકસભા સભ્યો શશિવાજીરાવ ગર્જે અને રાજેશ વિટેકરને ટિકિટ આપી હતી. કોંગ્રેસે સાતવને બીજી ટર્મ માટે નોમિનેટ કર્યા હતા, જ્યારે શિવસેના (UBT) એ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા હતા. પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાને બદલે, MVA ના ત્રીજા ઘટક NCP (SP) એ PWP ના જયંત પાટીલને ટેકો આપ્યો હતો.
આ એક ચમત્કાર થયો છે : એકનાથ શિંદે
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિના તમામ 9 ઉમેદવારોની જીત પર શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, "અમને વિશ્વાસ હતો કે અમારા 9 ઉમેદવારો જીતશે... આ એક ચમત્કાર થયો છે... માત્ર મહાયુતિએ જ નહીં. ધારાસભ્યો અમને મત આપે છે, વાસ્તવમાં, અમારા દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોના આધારે અન્ય પક્ષોના લોકોએ પણ અમને સમર્થન આપ્યું હતું."
#WATCH | Mumbai | As all 9 Mahayuti candidates win Maharashtra Legislative Council polls, Shiv Sena leader & Maharashtra CM Eknath Shinde says, "We had confidence that our 9 candidates will win...Chamatkar hua hai..Not only Mahayuti MLAs voted for us but people of other parties… pic.twitter.com/3n6WhzNhda
— ANI (@ANI) July 12, 2024
કોંગ્રેસના 2 ધારાસભ્યો પર ક્રોસ વોટિંગની આશંકા
મળતી માહિતી મુજબ કોંગ્રેસ છાવણીમાં ક્રોસ વોટિંગની અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને એનસીપીના કેટલાક વોટ મહાયુતિ એટલે કે NDAના પક્ષમાં ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો જીશાન સિદ્દીકી અને જીતેશ અંતાપુરકર પર ક્રોસ વોટિંગની આશંકા છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે દાવો કર્યો કે INDIA એલાયન્સના 5 ધારાસભ્યોએ અમને ટેકો આપ્યો, હું તેમનો આભાર માનું છું. જ્યારે ચૂંટણી થાય છે ત્યારે આક્ષેપો થાય છે પણ હું તેના વિશે વિચારતો નથી. મહાયુતિને વિધાનસભામાં પણ આવી સફળતા મળવી જોઈએ. દરમિયાન, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે NDAના 9માંથી 9 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે.
આ ઉમેદવારો જીત્યા
ભાજપ
- અમિત ગોરખે - 26 મત
- પંકજા મુંડે - 26 મત
- યોગેશ ટીલેકર - 26 મત
- પરિણય ફુકે - 26 મત
- સદભાવ ખોટ- 23.24 મત
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)
- મિલિંદ નાર્વેકર- 24.16 મત
શિવસેના (શિંદે જૂથ)
- કૃપાલ તુમાને-24 મત
- ભાવના ગવળી-24 મત
NCP (અજિત પવાર જૂથ)
- શિવાજીરાવ ગર્જે - 24 મત
- રાજેશ વિટ્ટેકર - 23 મત
કોંગ્રેસ
- પ્રજ્ઞા સાતવ-24 મત
NCP (શરદ પવાર જૂથ દ્વારા સમર્થિત)
- જયંત પાટીલ – 12.46 મત – હાર
સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થયું હતું
11 બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી માટે શુક્રવારે વિધાનસભા ભવન સંકુલમાં મતદાન પૂર્ણ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. વિધાન પરિષદની 11 બેઠકો પર યોજાઈ રહેલી ચૂંટણી માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં હતા. 288 સભ્યોની રાજ્ય વિધાનસભા આ ચૂંટણીઓ માટે ઇલેક્ટોરલ કૉલેજ છે. હાલમાં તેની સંખ્યા 274 છે. તમામ 274 ધારાસભ્યોએ મતદાન કર્યું. વિધાન પરિષદના 11 સભ્યોનો કાર્યકાળ 27 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. શિવસેના (UBT) એ સવારે કહ્યું હતું કે તે રાજ્યના ચૂંટણી અધિકારીને મુંબઈમાં ભારે વરસાદને કારણે મતદાનનો સમય એક કલાક વધારવાની વિનંતી કરશે.
આ પણ વાંચો - રાહુલ ગાંધીએ કર્યો સ્મૃતિ ઈરાનીનો બચાવ, કહ્યું – હાર જીત તો થતી રહેશે પણ…
આ પણ વાંચો - Martyr captain anshuman singh Wife: સ્મૃતિ સિંહ શહીદ કેપ્ટનના માતા-પિતાને છોડીને જતી રહી પિયર!