ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra Politics: આ દિગ્ગજ નેતાની ચોંકાવનારી જાહેરાત...

સ્વાતંત્ર્ય દિવસે મહારાષ્ટ્રના ડે.સીએમ અજિત પવારની મોટી જાહેરાત અજિત પવારની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો અજિત પવારે વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી Maharashtra Politics : સ્વાતંત્ર્ય દિવસે જ મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાએ કરેલી...
03:01 PM Aug 15, 2024 IST | Vipul Pandya
Maharashtra Politics

Maharashtra Politics : સ્વાતંત્ર્ય દિવસે જ મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાએ કરેલી મોટી જાહેરાતથી લોકો ચોંકી ઉઠ્યા છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબર સુધીમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અને એનડીએ સરકારના સભ્ય અજિત પવારે આજે એક મોટી જાહેરાત કરી છે. અજિત વારે 78માં સ્વતંત્રતા દિવસે જાહેરાત કરી હતી કે તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેઓ હવે 7-8 ચૂંટણી લડ્યા છે. આવી સ્થિતિમાં તેઓ હવે ચૂંટણી લડવા ઈચ્છતા નથી.

અજિત પવાર તેમના પુત્ર જય પવારને તેમની બેઠક પરથી ઉતારી શકે

નિષ્ણાતોનું માનીએ તો અજિત પવાર તેમના પુત્ર જય પવારને તેમની બેઠક પરથી ઉતારી શકે છે. જો કે, જ્યારે પત્રકારોએ તેમને આ પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે આ અંગેનો નિર્ણય પાર્ટીની સંસદીય બોર્ડ લેશે.

આ પણ વાંચો----Bihar : નીતિશ કુમારે બનાવ્યો નવો રેકોર્ડ, આ કામ કરનારા બન્યા પ્રથમ CM...

આ નિવેદન બે દિવસ પહેલા આપવામાં આવ્યું હતું

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા અજિત પવારે કહ્યું હતું કે સુનેત્રા પવારની લોકસભા ચૂંટણીમાં તેમની પિતરાઈ બહેન સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડવી એ ભૂલ હતી. પવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. રાજકારણને ઘરમાં પ્રવેશવા દેવો જોઈએ નહીં. સુનેત્રાને તેની બહેન સામે ચૂંટણી લડાવવાનો પક્ષનો નિર્ણય હતો. હવે મને લાગે છે કે નિર્ણય ખોટો હતો.

અજિત પવારે તેમના સહયોગી ભાજપ અને શિંદે જૂથ પર નિશાન સાધ્યું

આ દરમિયાન અજિત પવારે તેમના સહયોગી ભાજપ અને શિંદે જૂથ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મહાયુતિના સાથીઓએ સમજવું જોઈએ કે તેઓ કાકા શરદ પવાર વિશે શું કહી રહ્યા છે.

NCP શરદ પવારે શું કહ્યું?

અજિતના આ નિવેદન પર શરદ જૂથે કહ્યું કે ભાજપ ઈચ્છે છે કે અજિત પવાર મહાગઠબંધન છોડી દે. એનસીપીના પ્રવક્તા શરદ પવારે કહ્યું કે ભાજપને સમજાઈ ગયું છે કે તેઓ અજિત પવાર સાથે ગઠબંધન કરીને ચૂંટણી જીતી શકશે નહીં. 2023 માં એનસીપી સાથે ગઠબંધનને કારણે, ભાજપ વિરુદ્ધ લોકોની ભાવનાઓ ઝડપથી વધી હતી.

આ પણ વાંચો----Kolkata: પ્રાઈવેટ પાર્ટમાં 150 મિલીગ્રામ વીર્ય ? ગેંગરેપની આશંકા

Tags :
ajit pawarassembly electionsMaharashtramaharashtra politicsNCPPolitics
Next Article