Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Madresa : રાજ્યની 1130 જેટલી મદરેસાનો સર્વે કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ

Madresa : રાજ્યની 1130 જેટલી મદરેસા (Madresa) નો સર્વે કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. ઉલ્લેખનિય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને લઇને ફરિયાદ મળ્યા બાદ શિક્ષણ વિભાગે મદરેસાઓમાં સર્વે કરવાનો આદેશ કર્યો...
madresa   રાજ્યની 1130 જેટલી મદરેસાનો સર્વે કરવાનો શિક્ષણ વિભાગનો આદેશ

Madresa : રાજ્યની 1130 જેટલી મદરેસા (Madresa) નો સર્વે કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. ઉલ્લેખનિય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને લઇને ફરિયાદ મળ્યા બાદ શિક્ષણ વિભાગે મદરેસાઓમાં સર્વે કરવાનો આદેશ કર્યો છે. મદરેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય સ્કૂલમાં અભ્યાસ કરતા ના હોવાથી સર્વેમાં તેની વિગતો એકત્ર કરાશે. સર્વેમાં મદરેસામાં અભ્યાસ કરતાં બિન મુસ્લિમ બાળકોની પણ વિગતો મેળવવા જણાવાયું છે.

Advertisement

મદરેસાઓમાં ભણતા બાળકો સ્કૂલનો અભ્યાસ મેળવતા નથી

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ ફરિયાદ થઇ હતી કે રાજ્યના મદરેસાઓમાં ભણતા બાળકો સ્કૂલનો અભ્યાસ મેળવતા નથી જેથી આયોગ દ્વારા રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી મદરેસાઓનો સર્વે કરવા આદેશ અપાયો હતો. જેથી રાજ્યની 1130 મદરેસાઓમાં તપાસ શરુ કરાઇ છે.

Advertisement

ડીઇઓ અને ડીપીઇઓ દ્વારા ટીમ બનાવી મદરેસાઓમાં ભૌતિક ચકાસણી શરુ

આ માટે ડીઇઓ અને ડીપીઇઓ દ્વારા ટીમ બનાવી મદરેસાઓમાં ભૌતિક ચકાસણી શરુ કરાઇ છે. જે મદરેસાઓ યાદીમાં નથી અને અસ્તિત્વ ધરાવે છે તેમને ત્યાં પણ તપાસ કરવામાં આવશે.

રાજ્યમાં સૌથી વધુ મદરેસા પાટણમાં 180

આ મદરેસાઓમાં ભણતા બાળકો સામાન્ય શાળામાં શિક્ષણ મેળવે એ જરુરી છે જેથી આ તપાસ શરુ કરાઇ છે. એક જ દિવસમાં આ સર્વેની તપાસ પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં સૌથી વધુ મદરેસા પાટણમાં 180 અને અમદાવાદ શહેરમાં 175 છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 30 જેટલા મદરેસા છે.

Advertisement

મદરેસાઓમાં આ મુદ્દાની થશે તપાસ

મદરેસાઓના સર્વેમાં મદરેસાના સંચાલકનું નામ, સંચાલન કરનાર સંસ્થાનું નામ, મદરેસાને સરકારી એજન્સીની માન્યતા મળી છે કે કેમ, મદરેસાના મકાનમાં ઓરડાની સંખ્યા, બીયુ અને ફાયર એનઓસી છે કે કેમ, મદરેસાના અભ્યાસનો સમય, અભ્યાસ કરાવતા શિક્ષકોની સંખ્યા અને તેમને ચુકવાતો પગાર, પગારના નાણાંનો સ્ત્રોત, દાન અને વિદ્યાર્થીની ફી ઉપરાંત અભ્યાસ કરતાં 6થી 14 વર્ષના બાળકોની સંખ્યા અને બાળકો અન્ય શાળામાં નિયમિત અભ્યાસ કરતા હોય તો તેની વિગતોની પણ ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો----- Vande Bharat : અમદાવાદ-મુંબઈ રૂટ પર શરુ થશે ત્રીજી વંદે ભારત ટ્રેન

આ પણ વાંચો---- Kheda : જાણીતી પેઢી સામે કાર્યવાહી, 595 નમૂના સબ સ્ટાન્ડર્ડ નીકળતા ફટકાર્યો લાખોનો મસમોટો દંડ

Tags :
Advertisement

.