Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LSG vs CSK : લખનૌની ટીમ જીતના પાટા પર આવી, ચેન્નઈને 8 વિકેટે હરાવ્યું, જુઓ હવે શું છે Points Table ની સ્થિતિ

LSG vs CSK : IPL 2024 ની 34 મી મેચમાં કે.એલ. રાહુલ (KL Rahul) ની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) શુક્રવારે રાત્રે, 19 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને 8 વિકેટથી હરાવીને સિઝનની તેમની ચોથી...
08:08 AM Apr 20, 2024 IST | Hardik Shah
LSG vs CSK

LSG vs CSK : IPL 2024 ની 34 મી મેચમાં કે.એલ. રાહુલ (KL Rahul) ની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) શુક્રવારે રાત્રે, 19 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને 8 વિકેટથી હરાવીને સિઝનની તેમની ચોથી જીત નોંધાવી હતી. સતત બે મેચ હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ની ટીમ ફરી જીતના પાટા પર આવી છે. તેણે હવે પોતાના હોમ ગ્રાઉન્ડ (Home Ground) પર રમાયેલી ચારમાંથી ત્રણ મેચ જીતી લીધી છે. જોકે તેની આ જીતની પોઈન્ટ ટેબલ (Points Table) પર કોઈ અસર થઈ ન હતી. CSKને હરાવવા છતાં LSG ટોપ-4માં પોતાનું સ્થાન બનાવી શકી નથી. ટીમ 8 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે.

પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની

ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. લખનૌએ આ મેચમાં ચેન્નઈને હરાવીને પોઈન્ટ ટેબલમાં ફરી મૂંઝવણ સર્જી છે. એક ક્ષણ માટે એવું લાગતું હતું કે પ્લેઓફની રેસ LSG માટે આસાન નહીં હોય અને ટોપ 4 ટીમો ક્વોલિફાય થઈ જશે, પરંતુ હવે આ રેસ રોમાંચક બની ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. લખનૌએ આ મેચમાં ચેન્નઈને હરાવીને પોઈન્ટ ટેબલમાં ફરી મૂંઝવણ સર્જી છે. એક ક્ષણ માટે એવું લાગતું હતું કે પ્લેઓફની રેસ LSG માટે આસાન નહીં હોય અને ટોપ 4 ટીમો ક્વોલિફાય થઈ જશે, પરંતુ હવે આ રેસ રોમાંચક બની ગઈ છે. આ મેચમાં લખનૌ માટે બોલરો ઉપરાંત ઓપનિંગ બેટ્સમેનોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી, જેના કારણે તેમની ટીમે શરૂઆતથી જ ચેન્નઈ પર દબાણ જાળવી રાખ્યું હતું અને તેમને એક પણ વખત મેચમાં વાપસી કરવાની તક આપી ન હતી.

ipl points table 2024

કેવી રહી મેચ ?

ચેન્નઈ સામે લખનૌની જીતની વાત કરીએ તો, આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચેન્નઈ માટે રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 57 રન બનાવ્યા હતા, જ્યારે એમએસ ધોનીએ ઈનિંગની છેલ્લી કેટલીક ઓવરોમાં માત્ર 9 બોલમાં 28 રન બનાવ્યા હતા અને ટીમ માટે શાનદાર રીતે ઈનિંગ્સ પૂરી કરી હતી. આ બે બેટ્સમેન સિવાય અજિંક્ય રહાણેએ 24 બોલમાં 36 રન અને મોઈન અલીએ 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ 3 ઓવરમાં 16 રન આપીને બે વિકેટ લીધી હતી જ્યારે મહસિન ખાન, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઈનિસને એક-એક વિકેટ મળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે આ મેચ જીતવા માટે લખનૌ સુપર જાયન્ટ્સને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તે સન્માનજનક સ્કોર હતો, પરંતુ લખનૌના ઓપનર કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. અને અંતે લખનૌની ટીમે આ મેચને 8 વિકેટે જીતી હતી.

Points table માં રાજસ્થાન રોયલ્સનું શાસન 

આ જીત સાથે લખનૌની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સથી આગળ વધી ગઈ છે. IPL ના ઈતિહાસમાં બંને ટીમો એકબીજા સામે ચાર મેચ રમી ચૂકી છે. જ્યાં લખનૌએ બે મેચ જીતી છે અને ચેન્નાઈએ એક મેચ જીતી છે. વરસાદના કારણે એક મેચ રમાઈ શકી ન હતી. હાર્યા બાદ પણ ઋતુરાજ ગાયકવાડની ચેન્નઈ સુપર કિંગ્સ ત્રીજા સ્થાને યથાવત છે. IPL 2024 પોઈન્ટ ટેબલમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ દરેકના સમાન 8 પોઈન્ટ છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે ટીમો અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.  IPL 2024 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સનું શાસન છે, ટીમ 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. RR સિવાય હજુ સુધી કોઈ ટીમ બે આંકડા સુધી પહોંચી શકી નથી. પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે તેણે ઓછામાં ઓછી બે વધુ મેચ જીતવી પડશે.

આ પણ વાંચો - Shubman Gill ની ગર્લફ્રેંડ મળી ગઇ? સ્ક્રીન પર તસ્વીર જોઇને શરમાઇ ગયો ખેલાડી

આ પણ વાંચો - IPL 2024: ગુજરાત ટાઈટન્સના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ

Tags :
AB DE VILLIERSBCCICricket NewsCSKCSK vs LSGHardik Shahindian premier league 2024 points tableindian premier league points tableIPLIPL 2024IPL 2024 Points TableIPL 2024 Points Table ListIPL 2024 Points Table Todayipl latest points tableIpl Newsipl pointsIPL Points TableIPL Points Table All TeamIPL Points Table Latest Updateipl points table newkl rahullatest ipl points tableLSGLSG vs CSKLSG vs CSK Highlightslucknow super giants vs chennai super kingsMahendra singh DhoniMS DhoniMS Dhoni 5000 runs in IPL As WicketKeeperMS Dhoni Latest RecordMS Dhoni RecordmsdPoints TablePoints Table StatusRavindra JadejaTeam India
Next Article