Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LPG Price Hike:આજથી LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો..

સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો ડોઝ એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો ફેરફાર LPGસિલિન્ડરમાં 6.50 રૂપિયાનો કર્યો વધારો LPG Price Hike:ઓગસ્ટના પહેલા જ દિવસે ગૃહીણીઓને મોંઘવારીનો મોટો ઝટકો. ઓઈલ (LPG )માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે હવે...
lpg price hike આજથી lpg સિલિન્ડરના ભાવમાં થયો વધારો
  • સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો ડોઝ
  • એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો ફેરફાર
  • LPGસિલિન્ડરમાં 6.50 રૂપિયાનો કર્યો વધારો

LPG Price Hike:ઓગસ્ટના પહેલા જ દિવસે ગૃહીણીઓને મોંઘવારીનો મોટો ઝટકો. ઓઈલ (LPG )માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે હવે તમને મોંઘા એલપીજી સિલિન્ડર મળશે. નવી કિંમતો 1લી ઓગસ્ટ એટલે કે આજથી લાગુ થઈ ગઈ છે. 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ વધારો થયો છે. કંપનીઓએ આ LPG સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો કર્યો છે. તે જ સમયે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Advertisement

આ ગ્રાહકોને આજે આંચકો લાગશે

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 8-9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે છે. આ વખતે પણ ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Advertisement

આજથી તમારા શહેરમાં આ કિંમતો

તાજેતરના વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 6.50 રૂપિયા વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 1,646 રૂપિયા થઈ ગઈ હતી. એ જ રીતે, આજથી કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,764.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતામાં 8.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈના લોકોએ હવે આ મોટા સિલિન્ડર માટે 1,605 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત હવે 1,817 રૂપિયા હશે.

સતત 4 મહિના કિંમતમાં ઘટાડો થયો હતો

અગાઉ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સતત ચાર મહિના સુધી ઘટાડવામાં આવી રહી હતી. ગયા મહિને એટલે કે 1 જુલાઈથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂનમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 1 મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પહેલા સતત ત્રણ મહિના સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો.

Advertisement

આ ગ્રાહકો પર કોઈ અસર થઈ નથી

ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર માર્ચમાં થયો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ (8 માર્ચ 2024)ના અવસર પર એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેના એક દિવસ પહેલા એટલે કે 7 માર્ચે મોદી સરકારે એલપીજી સિલિન્ડરના મામલે સામાન્ય લોકોને રાહત આપી હતી. ત્યારબાદ કેબિનેટે 31 માર્ચ 2025 સુધી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. ત્યારપછી 14 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે લગભગ 5 મહિનાથી ઘરેલુ ઉપયોગના સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

આ પણ  વાંચો -7 Telecom કંપનીઓ પર સંચાર રાજ્ય મંત્રીએ કાયદાનો ઉલ્લંઘન કરવાનો લગાવ્યો આરોપ!

આ પણ  વાંચો -શું વીમાં પ્રીમિયમ થશે સસ્તા ? નીતિન ગડકરીએ નાણામંત્રીને લખ્યો પત્ર

આ પણ  વાંચો -Share Market:શેરબજારમાં તેજી સાથે બંધ,સેન્સેક્સમાં 285 પોઈન્ટનો ઉછાળો

Tags :
Advertisement

.