LPG Cylinder : નવા વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા,જાણો શું છે નવો ભાવ
LPG Cylinder : સરકારી તેલ ગેસ કંપનીઓએ લોકોને નવા વર્ષના પહેલા દિવસે નજીવી રાહત આપી છે. સરકારી તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ના ભાવમાં સોમવારે ઘટાડો કર્યો છે. નવા વર્ષના પહેલા દિવસે આ રાહતને લઈને લોકોમાં પણ થોડો આનંદ જોવા મળી રહ્યો છે.
કર્મશિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા
સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમે 19 કિલોના સિલિન્ડરના (LPG Cylinder) ભાવ ઘટાડ્યા છે. જો કે આ વખતનો ઘટાડો મામૂલી હોવાનું જાણવા મળ્યું છે. 19 કિલોના સિલિન્ડરના ભાવ આજથી જ 1.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટ્યા છે જ્યારે 14 કિલોના ઘરેલૂ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
મુખ્ય શહેરોમાં શું છે નવા ભાવ
આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ની કિંમત 1,755.50 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 1,757 રૂપિયામાં હતી. આ રીતે દિલ્હી (Delhi) માં ભાવમાં દોઢ રૂપિયાનો ઘટાડો થયો છે. 4.50 રૂપિયાનો મહત્તમ ઘટાડો ચેન્નઈ (Chennai)માં થયો છે, જ્યાં 19 કિલોનું સિલિન્ડર હવે 1,924.50 રૂપિયામાં મળશે. મુંબઈ (Mumbai) માં ભાવ રૂ. 1.50 ઘટીને રૂ. 1,708.50 થયો છે. જ્યારે કોલકાતામાં ભાવમાં 50 પૈસાનો વધારો થયો છે અને તાજેતરની કિંમત 1,869 રૂપિયા થઈ ગઈ છે.
એક મહિનામાં બીજી વખત આવ્યા ફેરફાર
આ પહેલા 22 ડિસેમ્બરે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજીસિલિન્ડર (LPG Cylinder) ની કિંમતમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા 1 ડિસેમ્બરે પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા થયા હતા. સરકારી તેલ કંપનીઓ પખવાડિયાના આધારે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે.
ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર
જો આપણે ઘરેલુ એલપીજી સિલિન્ડર (LPG Cylinder)એટલે કે 14 કિલોના સિલિન્ડરની વાત કરીએ તો આ વખતે પણ ગ્રાહકો નિરાશ થયા છે. મહિનાઓથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમાં છેલ્લો ફેરફાર 30 ઓગસ્ટે થયો હતો. મતલબ, 14 કિલોના સિલિન્ડરની કિંમત 4 મહિનાથી સ્થિર છે. હાલમાં દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 903 રૂપિયામાં ઉપલબ્ધ છે. ચેન્નાઈમાં તેની કિંમત 918.50 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને કોલકાતામાં 929 રૂપિયા છે.
આ પણ વાંચો-નવા વર્ષમાં ચિંતા વધારશે! આ રાજ્યોમાં કોરોનાનો પગપેસારો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે