LPG Gas Price Hike:કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો
- દિવાળીની બીજા દિવસે ગેસના ભાવમાં ભડકો
- કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 61-62 રૂ વધારો
- ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર નહીં
LPG Gas Price Hike:દિવાળીના બીજા દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં (LPG Gas Price Hike)મોટો ઉછાળો આવ્યો છે. દિવાળી પર લક્ષ્મી પૂજા દરમિયાન ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મેટ્રો શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 61-62 રૂપિયા થઈ ગઈ છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ ઘણા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે.
આજે નવેમ્બર મહિનાનો પહેલો દિવસ છે
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોલકાતામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 2000 રૂપિયાથી માત્ર 35 રૂપિયા ઓછી છે. તે જ સમયે, 19 કિલોના એલપીજી સિલિન્ડર જેની કિંમત દિલ્હી અને મુંબઈમાં 1750 રૂપિયા સુધી હતી તે હવે 1800 રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. આ નવી કિંમતો 1 નવેમ્બર 2024થી અમલમાં આવી છે.
Oil marketing companies have revised the prices of commercial LPG gas cylinders. The rate of 19 KG commercial LPG gas cylinders has been increased by Rs 62 with effect from today.
In Delhi, the retail sale price of a 19 kg commercial LPG cylinder is Rs 1,802 from today. Prices…
— ANI (@ANI) November 1, 2024
આ નવી કિંમતો 1 નવેમ્બર 2024થી અમલમાં આવી છે
દિવાળી પર સામાન્ય લોકોને આંચકો આપતા આજે 1 નવેમ્બર 2024ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે તેલ કંપનીઓએ 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વધેલી કિંમતો આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી અમલમાં આવી છે.
આ પણ વાંચો -Fiscal deficit:ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધમા થયો ઘટાડો
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કર્યો
આજે નવેમ્બર મહિનાનો પહેલો દિવસ છે. એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી એટલે કે શુક્રવારથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કર્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારાને કારણે બજારમાં ઉપલબ્ધ વસ્તુઓ મોંઘી થશે.
- તો ચાલો જાણીએ નવા દરમાં હવે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત શું છે.
- દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 1740 રૂપિયાથી વધીને 1802 રૂપિયા થઈ ગઈ છે.
- કોલકાતામાં સિલિન્ડરની કિંમત 1850.50 રૂપિયાથી વધીને 1911.50 રૂપિયા થઈ ગઈ છે
- મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1692.50 રૂપિયાથી વધીને 1754 રૂપિયા થઈ ગઈ છે
- ચેન્નાઈમાં સિલિન્ડરની કિંમત 1903 રૂપિયાથી વધીને 1964 રૂપિયા થઈ ગઈ છે
- 14 કિલોના સિલિન્ડરમાં કોઈ વધારો નહીં
આ પણ વાંચો-Diwali 2024 : ચાઈનીઝ સામાનનું સૂરસૂરિયું, ચીનને 1.25 લાખ કરોડનો ફટકો..!
રાહતની વાત એ છે કે ઘરમાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો નથી. 1 નવેમ્બરે પણ આ ઘરેલુ ગેસ સિલિન્ડર માત્ર ઓગસ્ટ 2023ના દરે જ ઉપલબ્ધ છે. સરકારે ઓગસ્ટ 2023માં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ ₹100નો ઘટાડો કર્યો હતો. ત્યારપછી તેની કિંમતમાં કોઈ વધારો થયો નથી.