Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LOKSABHA ELECTION : પૂનમ માડમ પર ભાજપનો ભરોસો અડિખમ, સતત ત્રીજી વખત કરાયા રિપીટ

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી (LOKSABHA ELECTION 2024) માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામનો સમાવેશ થાય છે. આ યાદીમાં પૂનમ માડમનો...
loksabha election   પૂનમ માડમ પર ભાજપનો ભરોસો અડિખમ  સતત ત્રીજી વખત કરાયા રિપીટ

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી (LOKSABHA ELECTION 2024) માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામનો સમાવેશ થાય છે. આ યાદીમાં પૂનમ માડમનો પણ સમાવેશ થાય છે. પૂનમ માડમને જામનગરથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ચાલો જાણીએ પૂનમ માડમ વિશે

Advertisement

કોણ છે સાંસદ પૂનમ બેન માડમ?

Advertisement

પૂનમ માડમ હાલ જામનગરથી ભાજપના સાંસદ છે. તેઓ છેલ્લી બે ટર્મથી અહીંથી સાંસદ તરીકે ચૂંટાતા આવે છે. જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનું વર્ચસ્વ રહેલું છે. પૂનમબહેન માડમ પણ આ જ પરિવારમાંથી આવે છે. વર્ષ 2012 વિધાનસભા ચૂંટણી પહેલા જ પૂનમબહેન માડમ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ તેમને જામખંભાળીયા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પૂનમબહેને કૉંગ્રેસના ઉમેદવાર સામે 38 હજાર કરતા વધુ મતે જીત મેળવી હતી.

ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમબહેનને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી

પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતાં. 2012 માં જામ ખંભાળીયા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમબહેનને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા અને તત્કાલીન સીટીંગ MP વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમાં પૂનમબહેને પોણા બે લાખ કરતા વધુ મતની લીડથી જીત મેળવી હતી. 2019માં પણ પૂનમબહેનનો જામનગર લોકસભા બેઠક પર વિજય થયો હતો. પૂનમબહેનના પિતા સ્વ, હેમંતભાઈ માડમ પણ જામખંભાળીયા બેઠક ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે. પૂનમબહેન માડમ તેમના પિતા સ્વ.હેમંતભાઈ રામભાઈ માડમના નામે ચાલતા ટ્રસ્ટના માધ્યમથી સેવાકીય પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. જેને કારણે તેઓ ભાજપના મોવળી મંડળની ખુબ નજીક માનવામાં આવે છે. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ પણ પૂનમ માડમના કુટુંબિંક કાકા થાય છે.

Advertisement

તેઓ 2012માં ગુજરાત વિધાનસભામાં ખંભાળિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014માં 16મી લોકસભાના સભ્ય તરીકે જામનગર બેઠક પરથી ચૂંટાયા. મહિલા સશક્તિકરણ સમિતિ, ઔદ્યોગિક અને ઈન્ડસ્ટ્રીઝ સમિતિ, સિવિલ એવિએશનના કન્સલ્ટેટિવ સમિતિના સભ્ય બન્યાં હતા. 2019માં બીજીવાર સાંસદ પદે ચૂંટાયા હતા પૂનમબેન માડમ. વર્તમાન સમયમાં અનેક સંસદીય સમિતિમાં સભ્ય તરીકે સેવાઓ આપી છે.

ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ 

  1. કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાયા
  2. બનાસકાંઠાથી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ
  3. પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા
  4. ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી
  5. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા લડશે
  6. રાજકોટથી પરષોત્તમભાઈ રૂપાલા લડશે
  7. પોરબંદર મનસુખભાઈ માંડવિયા લડશે ચૂંટણી
  8. જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરાયા
  9. આણંદથી મિતેષભાઈ પટેલને રિપીટ કરાયા
  10. ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા
  11. પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ લડશે ચૂંટણી
  12. દાહોદ જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા
  13. ભરૂચથી મનસુખ વસાવાને રિપીટી કરાયા
  14. બારડોલીથી પ્રભુભાઈ વસાવા ભાજપ ઉમેદવાર
  15. નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરાયા

આ પણ વાંચો -- LOKSABHA ELECTION : કચ્છથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા વિશે જાણો

Tags :
Advertisement

.