Lok Sabha Speaker : ઓમ બિરલા સતત બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા
લોકસભાના અધ્યક્ષ (Lok Sabha Speaker) માટે આજે થયેલા મતદાન બાદ NDAના ઉમેદવાર ઓમ બિરલા (NDA candidate Om Birla) 18મી લોકસભાના અધ્યક્ષ (Speaker of the 18th Lok Sabha) તરીકે ચૂંટાયા હતા. વોટિંગની પ્રક્રિયા (Voting Process) ધ્વનિમત દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. ઓમ બિરલાની પસંદગી બાદ વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી તેમને સ્પીકરની ખુરશી સુધી લઈ ગયા.
ધ્વનિમતે બહુમતિથી ઓમ બિરલાની વરણી
ભાજપ સાંસદ ઓમ બિરલા 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. NDAના ઉમેદવારે ધ્વનિમત દ્વારા ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. તેમણે વિપક્ષના ઉમેદવાર કે સુરેશને હરાવ્યા છે. આ પહેલા PM નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને રાજનાથ સિંહ સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. આ પહેલા PM મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. PM મોદી ઉપરાંત રાજનાથ સિંહ, અમિત શાહ અને NDA નેતાઓએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ચિરાગ પાસવાન, લાલન સિંહ અને જીતન રામ માંઝીએ સમર્થન આપ્યું હતું. આ સાથે જ વિપક્ષે પણ લોકસભા અધ્યક્ષ પદ માટે કે સુરેશના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, લોકસભા સ્પીકર પદ માટે NDAના ઓમ બિરલા અને INDIA ગઠબંધનના કે સુરેશ સામસામે હતા. બંને ઉમેદવારોએ મંગળવારે સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
#WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.
Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d
— ANI (@ANI) June 26, 2024
- ઓમ બિરલા બન્યા લોકસભાના અધ્યક્ષ
- ધ્વનિમતે બહુમતિથી ઓમ બિરલાની વરણી
- સતત બીજી વખત અધ્યક્ષ બન્યા ઓમ બિરલા
- PM મોદી, રાહુલ ગાંધીએ શુભેચ્છા પાઠવી
સતત બીજી વખત અધ્યક્ષ બન્યા ઓમ બિરલા
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન પણ ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ત્રીજી વખત NDAની જીત બાદ તમામ લોકો લોકસભા અધ્યક્ષના નામની રાહ જોઈ રહ્યા હતા. મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ આ વખતે NDAના સહયોગી TDPને સ્પીકર પદ સોંપી શકે છે. પરંતુ ગઈકાલે ઓમ બિરલાના નામાંકનથી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી. સંસદમાં ભાજપની બહુમતી છે. આવી સ્થિતિમાં એવી સંભાવના પહેલા જ હતી કે ઓમ બિરલા ત્રીજી વખત લોકસભા અધ્યક્ષ તરીકે શપથ લશે.
રાજકીય સફર 1991માં શરૂ થઈ હતી
ઓમ બિરલા છેલ્લા ચાર દાયકાથી રાજકારણમાં સક્રિય છે. તેમની રાજકીય સફર ઘણી શાનદાર રહી છે. તેઓ 2003 પછી એકપણ ચૂંટણી હાર્યા નથી. રાજસ્થાનના કોટાના રહેવાસી ઓમ બિરલાએ 1991માં રાજકીય સફર શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેઓ ભારતીય યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 1997માં તેઓ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા.
3 વખત ધારાસભ્ય બન્યા
ઓમ બિરલા સતત ત્રણ વખત કોટાથી ધારાસભ્ય રહ્યા છે. 2003માં તેઓ પ્રથમ વખત દક્ષિણ કોટા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ પછી તેઓ 2008ની વિધાનસભા ચૂંટણીમાં પણ જીત્યા હતા. 2013ની વિધાનસભા ચૂંટણીમાં આ જ બેઠક પરથી જીતીને તેમણે હેટ્રિક ફટકારી હતી.
કોટાના 3 વખત સાંસદ
2014માં મોદી લહેર આવી હતી. આ સમય દરમિયાન ભાજપે પહેલીવાર ઓમ બિરલાને સાંસદની ટિકિટ આપી. કોટા શહેરથી સંસદીય ચૂંટણી લડનાર ઓમ બિરલાએ અહીં પણ જીતનો ઝંડો લહેરાવ્યો હતો. ઓમ બિરલા બીજી વખત 2019ની સામાન્ય ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા. આ લોકસભા ચૂંટણીમાં ઓમ બિરલા ત્રીજી વખત કોટાના સાંસદ બન્યા.
આ પણ વાંચો - લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે TMC-SP ના સાંસદો નહીં કરી શકે મતદાન
આ પણ વાંચો - Lok Sabha Speaker : મમતા અને જગન મોહન બાજી બગાડશે…?