ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LG હશે દિલ્હીના અસલી બોસ! સુપ્રીમ કોર્ટે કહ્યું- 'LG ને સરકારની સલાહ માનવાની જરૂર નથી'

દિલ્હી LG ને મોટી રાહત સુપ્રીમ કોર્ટે MCD ને લઈને કહી મોટી વાત SC એ 10 'એલ્ડરમેન'ને નોમિનેટ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD ) માં 10 'એલ્ડરમેન' ની નિમણૂક કરવાના દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ના...
11:31 AM Aug 05, 2024 IST | Dhruv Parmar
  1. દિલ્હી LG ને મોટી રાહત
  2. સુપ્રીમ કોર્ટે MCD ને લઈને કહી મોટી વાત
  3. SC એ 10 'એલ્ડરમેન'ને નોમિનેટ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો

સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD ) માં 10 'એલ્ડરમેન' ની નિમણૂક કરવાના દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ના નિર્ણયને સમર્થન આપ્યું છે. આ નિર્ણયને લેફ્ટનન્ટ ગવર્નર (LG) માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની એ દલીલને નકારી કાઢી હતી કે લેફ્ટનન્ટ ગવર્નર (LG) MCD માં 'એલ્ડરમેન'ને નોમિનેટ કરવા અંગે મંત્રી પરિષદની સલાહને અનુસરવા માટે બંધાયેલા છે. સર્વોચ્ચ અદાલત MCD માં લેફ્ટનન્ટ ગવર્નર (LG) દ્વારા નામાંકિત એલ્ડરમેનની નિમણૂકને પડકારતી આમ આદમી પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. 17 મે, 2024 ના રોજ, આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેંચ દ્વારા કરવામાં આવી હતી અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું...

અગાઉ, મે 2024 માં યોજાયેલી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર (LG)ને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD ) માં એલ્ડરમેનને નોમિનેટ કરવાનો અધિકાર આપવાનો અર્થ એ છે કે તે ચૂંટાયેલી મ્યુનિસિપલ સંસ્થાને અસ્થિર કરી શકે છે. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 'એલ્ડરમેન' નોમિનેટ કરવાના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ના અધિકારને પડકારતી દિલ્હી સરકારની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખતા આ કહ્યું હતું.

આ પણ વાંચો : Rajasthan માં વરસાદી આફત, Jodhpur માં ફેક્ટરીની દિવાલ ધરાશાયી થતા 12 મજૂરો દટાયા, 3 ના મોત

શું MCD માં 12 પ્રતિષ્ઠિત લોકોનું નામાંકન કેન્દ્ર માટે ચિંતાનો વિષય...

બેન્ચે કહ્યું હતું કે, શું MCD માં 12 પ્રતિષ્ઠિત લોકોનું નામાંકન કેન્દ્ર માટે ચિંતાનો વિષય છે? વાસ્તવમાં, લેફ્ટનન્ટ ગવર્નર (LG)ને આ સત્તા આપવાનો અર્થ એ થશે કે તે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી શહેર સમિતિઓને અસ્થિર કરી શકે છે કારણ કે તેની (એલ્ડરમેન) પાસે પણ મતદાનનો અધિકાર હશે. સુપ્રીમ કોર્ટે ચૂંટાયેલી સરકારની મદદ અને પરામર્શ વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં 10 એલ્ડરમેનને નામાંકિત કરવા માટે બંધારણ અને કાયદા હેઠળ લેફ્ટનન્ટ ગવર્નર (LG)ની સત્તાના સ્ત્રોત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો : Wayanad landslides : 300 થી વધુ મૃતદેહ, 180 હજુ પણ ગુમ, 7 દિવસ બાદ ખૂલી સ્કૂલો...

Tags :
AAPaldermen Delhi Newsaldermen NewsDelhiDelhi NewsGujarati NewsIndiaLGMCDNationalSupreme Courtsupreme court news
Next Article