Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'LEO' એ મચાવી બોક્સ ઓફિસ ઉપર તબાહી, JAWAN નો રેકોર્ડ તોડી બની ભારતની સૌથી સફળ ફિલ્મ

થલપથી વિજયની લિયો : બ્લડી સ્વીટ ગઇકાલે વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે. વિજય અને લોકેશની આ ફિલ્મ જોવા માટે તેમના ચાહકો કેટલા હદ સુધી આતુર હતા તે વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે લિયો ફિલ્મના શો સવારના 4...
10:47 PM Oct 20, 2023 IST | Harsh Bhatt

થલપથી વિજયની લિયો : બ્લડી સ્વીટ ગઇકાલે વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે. વિજય અને લોકેશની આ ફિલ્મ જોવા માટે તેમના ચાહકો કેટલા હદ સુધી આતુર હતા તે વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે લિયો ફિલ્મના શો સવારના 4 વાગ્યાથી જ શૂરું કરવામાં આવ્યા હતા . થલપતી વિજયની ફિલ્મે તેના પહેલા જ દિવસે એક મોટો વિક્રમ સર્જ્યો છે. લિયોએ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ઉપર 148.5 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ પહેલાથી જ વિશ્વભરમાં સૌથી મોટી ઓપનિંગ મેળવનાર કોલીવુડ ફિલ્મ તો બની જ ગઈ છે, પરંતુ ફિલ્મના મૅકર્સ દ્વારા હાલ જે આંકડા બહાર મૂકવામાં આવ્યા છે તેના અનુસાર લિયો આ વર્ષમાં પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. લિયોમાં વિજયની સાથે મુખ્ય ભુમિકામાં તૃષા કૃષ્ણન, સંજય દત્ત, અર્જુન સરજા અને પ્રિયા આનંદ છે.

JAWAN નો રેકોર્ડ તોડી LEO એ સર્જ્યો નવો વિક્રમ 

શાહરૂખ ખાનની જવાને પહેલા દિવસે વિશ્વભર માંથી 129 કરોડની કમાણી કરી હતી, જે આ વર્ષની પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ હતી. પરંતુ લિયો ફિલ્મે હવે કિંગ ખાનનો રેકોર્ડ તોડીને પોતાનો નવો વિક્રમ સર્જ્યો છે. ફિલ્મે ભારતમાં પહેલા દિવસે લગભગ 64 કરોડની કમાણી કરી દીધી છે, અને વિશ્વભરમાં આ આંકડો 148.5 કરોડ સુધી પહોંચ્યો છે. આમ લિયો આ વર્ષની પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ચૂકી છે.  જે ખરેખર ઘણી મોટી વાત છે. કારણ કે, ફિલ્મના હિન્દી વર્ઝનનું નહિવત પ્રમાણમાં પ્રમોશન કરવામાં આવ્યું હતું. વધુમાં ફિલ્મ પહેલા ત્યાંના તમિલ લોકો માટે જે મ્યુજઝિક લોન્ચ ઈવેન્ટ રાખવામાં આવ્યો હતો, તેણે પણ રદ કરી દેવામાં આવ્યો હતો. આમ આ ફિલ્મે આટલી કમાણી ખૂબ ઓછા માર્કેટિંગ અને પ્રમોશનમાં જ કરી દીધી છે.

વિજય - લોકેશની જોડીનો કમાલ અને અનિરુદ્ધના સંગીતનો જાદુ ચાલ્યો 

ઉલ્લેખનીય છે કે થલપતી વિજય દક્ષિણ ભારતમાં ખુબ જ લોકપ્રિય અભિનેતા છે, વધુમાં આ ફિલ્મ લોકેશ કનગરાજના LCU યુનિવર્સ સાથે સંકડાયેલી છે. LCU યુનિવર્સના ફિલ્મોની લોકપ્રિયતા પણ કોઈનાથી છૂપી નથી. LCU યુનિવર્સની પહેલાની ફિલ્મ વિક્રમ અને કેથી પણ ખાસી સફળ રહી હતી. ફિલ્મમાં સંગીત અનિરુદ્ધ દ્વારા અપાયું છે, જે પહેલા થી જ બ્લોકબસ્ટર સાબિત થયું છે. લોકેશ, વિજય અને અનિરુદ્ધની જોડીનો જાદુ હાલ ચાલી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી રહી છે.

IMDB ઉપર મળ્યું  8.4 નું અદ્વિતીય રેટિંગ 

આ ફિલ્મ માટેની ઉત્સુકતા લોકોમાં પહેલાથી જ હતી, જેના કારણે આ ફિલ્મને આ સફળતા મળી છે. ફિલ્મ ભારતમાં કુલ ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે, જેમાં હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડનો સમાવેશ થાય છે. હાલમાં ફિલ્મ ઉપર આવતી લોકોની પ્રતિક્રિયાને જોઈને અંદાજો લગાવી શકાય છે કે , આવનાર સમયમાં ફિલ્મ વધુ બીજા રેકોર્ડ બનાવી શકે છે. પોપ્યુલર ફિલ્મ રિવ્યૂ વેબસાઇટ IMDB ઉપર અત્યાર સુધીમાં 18 હજાર કરતાં પણ વધૂ લોકો પોતાનો રિવ્યૂ આપી ચૂક્યા છે, જેના અંતર્ગત ફિલ્મને 10 માંથી 8.4 રેટિંગ મળ્યા છે.

LEO એ પહેલા જ દિવસે બનાવ્યા આ મોટા રેકોર્ડ્સ 

-> 2023માં તમિલનાડુમાં સૌથી મોટું ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની લિયો

-> કોલીવુડ માટે કર્ણાટકમાં ઓલ ટાઈમ રેકોર્ડ ઓપનિંગ

-> કેરળમાં સૌથી મોટી ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની લિયો

-> કોલીવુડ માટે 2023 માં AP/TG માં સૌથી મોટી શરૂઆત મેળવનાર ફિલ્મ

->  કોલીવુડ માટે 2023 માં એકંદરે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

->  ભારતીય મૂવીઝમાં 2023 માં વિશ્વભરમાં ઓપનિંગ ડે ઉપર સૌથી વધુ કમાણી

 

આ પણ વાંચો -- શું શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા અલગ થઈ ગયાં ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ANIRUDHbox officeLCULeoLOKESH KANAGRAJTHALAPATHY VIJAY
Next Article