Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chandrayaan-3 : ચંદ્રયાનને લેન્ડિંગ કમાન્ડ અપાયો, દેશવાસીઓની ધડકનો તેજ..!

ચંદ્રયાન-3 (Chandrayaan-3)ને લેન્ડિંગ કમાન્ડ અપાયો છે અને ISRO કમાન્ડ સેન્ટરથી મોનિટરિંગ થઈ રહ્યું છે  CSIRના વરિષ્ઠ વૈજ્ઞાનિક સત્યનારાયણે ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર કહ્યું છે કે અમે ચંદ્રની સપાટીને સ્પર્શતા ચાર દેશોના સમૂહમાં સામેલ થવા જઈ રહ્યા છીએ. નિષ્ફળતાઓ પાઠ આપે છે....
05:21 PM Aug 23, 2023 IST | Vipul Pandya
ચંદ્રયાન-3 (Chandrayaan-3)ને લેન્ડિંગ કમાન્ડ અપાયો છે અને ISRO કમાન્ડ સેન્ટરથી મોનિટરિંગ થઈ રહ્યું છે  CSIRના વરિષ્ઠ વૈજ્ઞાનિક સત્યનારાયણે ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર કહ્યું છે કે અમે ચંદ્રની સપાટીને સ્પર્શતા ચાર દેશોના સમૂહમાં સામેલ થવા જઈ રહ્યા છીએ. નિષ્ફળતાઓ પાઠ આપે છે. અમે ઘણું શીખ્યા છીએ. ISRO ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે પૂરતી સાવચેતી રાખે છે. બીજી તરફ જેમ જેમ લેન્ડિગની ક્ષણો નજીક આવી રહી છે તેમ તેમ દેશવાસીઓની ધડકનો તેજ બની ગઇ છે. મંદિરો, મસ્જીદો અને ગુરુદ્વારાઓમાં વિશેષ પ્રાર્થના અને દુઆ કરવામાં આવી રહી છે. દેશવાસીઓની નજર સફળ લેન્ડિગ પર છે.
પ્રજ્ઞાન રોવર માત્ર ઈસરોના લોગો અને તિરંગો  જ નહીં, પરંતુ અશોક સ્તંભનો આકાર બનાવશે
વિક્રમ લેન્ડરની લેન્ડિંગ પ્રક્રિયા લગભગ 5.47 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.44 વાગ્યે પૂર્ણ થશે. લગભગ 15 મિનિટનો આ સમય ઈસરોના હૃદયના ધબકારા વધારવા જઈ રહ્યો છે. જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની ખૂબ નજીક હશે, ત્યારે વિક્રમની ઝડપ 1.68 મીટર પ્રતિ સેકન્ડ હશે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-2 મિશનમાં રહેલી ભૂલોને સુધારીને આ મિશનને આગળ વધારવામાં આવ્યું છે. ચંદ્રની સપાટી પર લગભગ ચાર કલાકના નરમ ઉતરાણ પછી, પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરના પેટમાંથી બહાર આવશે અને ચંદ્રની સપાટીનું પરીક્ષણ શરૂ કરશે. આ બધાની વચ્ચે, પ્રજ્ઞાન રોવર માત્ર ઈસરોના લોગો અને તિરંગો  જ નહીં, પરંતુ અશોક સ્તંભનો આકાર પણ બનાવશે. આ ખાસ અવસર પર પીએમ નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગથી દેશવાસીઓને સંદેશ આપશે. આ મિશનને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.
આ પણ વાંચો---CHANDRAYAAN-3 : સુપર પાવર અમેરિકાથી લઇ નાના દેશો પણ સોફ્ટ લેન્ડિગ પર રાખી રહ્યા છે નજર..
Tags :
Chandrayaan-3ISROPragyan RoverVikram lander
Next Article