Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને કોર્ટે આપ્યા જામીન, 31 જાન્યુઆરીએ થઇ હતી ધરપકડ

Land Scam Case : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (Former Chief Minister of Jharkhand Hemant Soren) ને હાઈકોર્ટ (High court) માંથી મોટી રાહત મળી છે. કથિત જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેન (Hemant Soren) ને હાઈકોર્ટે આજે જામીન આપ્યા છે....
12:11 PM Jun 28, 2024 IST | Hardik Shah
Land Scam Case and Hemant Soren

Land Scam Case : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (Former Chief Minister of Jharkhand Hemant Soren) ને હાઈકોર્ટ (High court) માંથી મોટી રાહત મળી છે. કથિત જમીન કૌભાંડમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેન (Hemant Soren) ને હાઈકોર્ટે આજે જામીન આપ્યા છે. 13 જૂને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister of Jharkhand) ઘણા મહિનાઓથી જેલમાં છે. જામીન મળ્યા બાદ તે ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે. તે આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે જેલમાંથી બહાર આવી જશે.

જમીન કૌભાંડ કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જામીન (Bail) મળી ગયા છે. ઝારખંડ હાઈકોર્ટે (Jharkhand High Court) તેમને જામીન આપી દીધા છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે રાંચી જમીન કૌભાંડ કેસ (Ranchi Land Scam Case) માં પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (Former Chief Minister Hemant Soren) ની 31 જાન્યુઆરીના રોજ ધરપકડ (Arrest) કરી હતી, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું (Resigned as Chief Minister) આપી દીધું હતું. ધરપકડ બાદથી તે જેલમાં હતા. તેમની ધરપકડ કરતા પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સોરેન પછી પાર્ટીના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેને (Senior Party Leader Champai Soren)  મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું.

છેલ્લા 5 મહિનાથી જેલમાં હતા

હેમંત સોરેન છેલ્લા 5 મહિનાથી જેલમાં હતા. દરમિયાન તેમને કેટલાક કાર્યક્રમમાં હાજરી આપવા માટે થોડા દિવસો માટે જામીન આપવામાં આવ્યા હતા પરંતુ ત્યાર બાદ તેઓ ફરી જેલમાં ગયા હતા. જોકે હવે હાઈકોર્ટે તેમને મોટી રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. હેમંત સોરેનની જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, હેમંત સોરેને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, આ મની લોન્ડરિંગનો કેસ નથી પરંતુ રાજકીય બદલો લેવાનો છે. કેન્દ્ર EDનો દુરુપયોગ કરી રહ્યું છે. વિનોદ સિંહના વોટ્સએપ ચેટમાં જે 8.86 એકર જમીન પર બેન્ક્વેટ હોલ બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે આ તે જમીનની નથી. આ માત્ર EDનો અંદાજ છે. સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની હજુ તપાસ ચાલી રહી છે. ED કોર્ટે ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું છે, તેથી અરજી દાખલ કરવામાં આવી છે.

આ રાજકીય બદલો લેવાનો મામલો : સોરેનના વકીલ

સોરેનના વકીલોએ જણાવ્યું હતું કે વર્ષ 2009-10માં જ્યારે હેમંત સોરેન પર આ જમીન પર અતિક્રમણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આ અંગે કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. એપ્રિલ 2023 માં, EDએ આ કેસમાં કાર્યવાહી શરૂ કરી અને માત્ર કેટલાક લોકોના મૌખિક નિવેદનના આધારે, કહેવામાં આવ્યું કે આ જમીન હેમંત સોરેનની છે. હેમંત સોરેને તેના પર ક્યારે, ક્યાં અને કેવી રીતે કબજો કર્યો તે અંગે ED પાસે કોઈ પુરાવા નથી. આ કઇ બીજું નથી પણ રાજકીય બદલો લેવાનો મામલો છે. અહીં, ED વતી, સહાયક સોલિસિટર જનરલ એસવી રાજુએ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ પૂરતા પુરાવા છે કે હેમંત સોરેન બરિયાતુમાં 8.86 એકર જમીન પર ગેરકાયદેસર કબજો ધરાવે છે. આ જમીનના દસ્તાવેજોમાં હેમંત સોરેનનું નામ નોંધાયેલું ન હોવા છતાં, જમીન પર ગેરકાયદે કબજો કરવો એ PNLA હેઠળ ગુનો છે. આ જમીન પર બેન્ક્વેટ હોલ બનાવવાની તેમની યોજના હતી, જેનો નકશો તેમના નજીકના મિત્ર વિનોદ સિંહે તેમના મોબાઈલ પર મોકલ્યો હતો. હેમંત સોરેન ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમણે રાજ્યના તંત્રનો દુરુપયોગ કરીને પોતાને બચાવવાના અનેક પ્રયાસો કર્યા હતા. જો તેમને જામીન આપવામાં આવે તો તેઓ ફરીથી તપાસને ખોરવવાનો પ્રયાસ કરી શકે છે.

આ પણ વાંચો - Jharkhand : ED દ્વારા હેમંત સોરેનની ધરપકડ, ચંપઈએ સરકાર બનાવવાનો દાવો કર્યો…

આ પણ વાંચો - Jharkhand : હેમંત સોરેનના ભાભી સીતા સોરેને JMM માંથી આપ્યું રાજીનામુ, ભાજપમાં જોડાયા…

Tags :
Arrested for Land Scamchampai sorenedED InvestigationEnforcement DirectorateFormer Chief Minister of JharkhandGujarat FirstHardik ShahHemant Sorenhemant soren arrestHemant Soren BailHemant Soren JailHigh Court ReliefIllegal Land OccupationJharkhand High Courtjharkhand politicsLand Scam BailLand Scam CaseMoney Laundering CasePolitical Influence in JharkhandPolitical RetaliationPolitical VendettaRanchi Land ScamResigned as Chief Minister
Next Article