આજે Labh Pancham, વેપાર-ધંધાની શુભ શરૂઆત, યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક
- આજે લાભ પાંચમ દિવસે ધંધા-વેપારનાં સ્થાને પૂજાનાં કાર્યક્રમ
- વેપારીઓ તેમના પરિવારજનો અને કર્મચારીઓ સાથે કરી રહ્યા છે પૂજા
- રાજકોટ બેડી માર્કટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 1 લાખ ગુણી મગફળીની આવક
દિવાળી તહેવારની (Diwali 2024) ઉત્સાહભેર ઉજવણી બાદ આજે લાભ પાંચમનાં (Labh Pancham) દિવસે ધંધા-વેપારની શરૂઆત થઈ છે. લાભ પાંચમનો દિવસ વેપાર-ધંધાની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. આજે વેપારીઓ અને ઉધોગપતિઓ પૂજા-અચર્ના કરી પોતાના વેપાર-ધંધા-રોજગારની શરૂઆત કરે છે. બેસતા વર્ષથી બંધ દુકાનો અને ધંધા-વેપાર આજથી ફરી ધમધમશે. રાજકોટનાં (Rajkot) બેડી માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 1 લાખ ગુણી મગફળીની આવક નોંધાઇ છે.
આ પણ વાંચો - Surendranagar : જોરાવરનગરમાં જાહેરમાં ફાયરિંગથી ચકચાર! એક વ્યક્તિની હત્યા કરી આરોપીઓ ફરાર
આજે લાભ પાંચમ, ધંધા-વેપારનાં સ્થાને વિશેષ પૂજાનાં કાર્યક્રમ
આજે લાભ પાંચમનો (Labh Pancham) શુભ દિવસ છે. દિવાળી બાદ બેસતા વર્ષથી બંધ દુકાનો અને ધંધા-વેપાર આજથી ફરી ધમધમશે. ધંધા-વેપારમાં વૃદ્ધિ થાય તે હેતુથી આજનાં દિવસે વેપાર-ધંધાના સ્થાને વિશેષ પૂજાનું આયોજન કરાય છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પોતાનાં પરિવારજનો અને કર્મચારીઓ સાથે પૂજા કરે છે. બેસતા વર્ષનાં દિવસથી બંધ રહેલા બજારો લાભ પાંચમનાં દિવસથી નવી શરૂઆત સાથે ફરી શરૂ થશે.
આ પણ વાંચો - Anand: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સર્જાતા ત્રણ મજૂરોના મોત, NHSRCLનું નિવેદન આવ્યું સામે
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક
સૌરાષ્ટ્રનાં તમામ માર્કેટિંગ યાર્ડ પણ આજથી ફરી ધમધમવા માંડશે. રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં (Bedi Marketing Yard) લાભ પાંચમનાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક મગફળીની આવક નોંધાઇ. બેડી માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 1 લાખ ગુણી મગફળીની (Groundnut) આવક નોંધાઇ છે. ત્યારે મગફળીની આવક હાલ બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Jamnagar ST ડેપોમાં 9 દિવસમાં રૂપિયા 94 લાખ 50 હજારની આવક નોંધાઈ