Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch: ઉપસરપંચે સ્વમાન બચાવવા ઝેરી દવા ગટગટાવી

કચ્છના પરજાઉં ગામના ઉપસરપંચે કરીઆત્મહત્યા માનસિક તણાવથી કરી આત્મહત્યા સારવાર દરમિયાન ઉપસરપંચનું મોત KutchL:કચ્છ(Kutch)ના સરહદી અબડાસા તાલુકાના પરજાઉં ગામના ઉપસરપંચ સરપંચ (upsarpanch)બળવંત સિંહ બાબુભા જાડેજા(Balwant Singh Babubha Jadeja)એ ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. જેના ઈલાજ માટે...
kutch  ઉપસરપંચે સ્વમાન બચાવવા ઝેરી દવા ગટગટાવી
  1. કચ્છના પરજાઉં ગામના ઉપસરપંચે કરીઆત્મહત્યા
  2. માનસિક તણાવથી કરી આત્મહત્યા
  3. સારવાર દરમિયાન ઉપસરપંચનું મોત

KutchL:કચ્છ(Kutch)ના સરહદી અબડાસા તાલુકાના પરજાઉં ગામના ઉપસરપંચ સરપંચ (upsarpanch)બળવંત સિંહ બાબુભા જાડેજા(Balwant Singh Babubha Jadeja)એ ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. જેના ઈલાજ માટે તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમ્યાન તેમનું આજે મૃત્યુ થતા તેમના મૃતદેહને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

પરિવારે મૃતદેહ સ્વીકારવનો ઇન્કાર

જ્યાં હાલ જીકે જનરલ હોસ્પિટલ બહાર હતભાગી સરપંચના પરિજનો અને અબડાસા તાલુકા સંઘઠન તથા જિલ્લા સરપંચ સંઘઠન દ્વારા મરવા માટે મજબૂર કરનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માગ સાથે મૃતદેહ સ્વીકારવનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. ઘટનાના પગલે પરિવારના સસમર્થનમાં સરપંચ સમુદાયના લોકો ઉમટી આવ્યા છે. તો મામલે સમગ્ર કચ્છમાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી છે.

Advertisement

આ પણ  વાંચો -Rajkot: જબરું હો! જે મેળાને મંજૂરી જ નથી તેનું મંત્રી ઉદ્ધાટન કરશે

સતત માનસિક પરિતાપ ભોગવી રહ્યા હતા

અબડાસા તાલુકાના પરજાઉ ગામના સરપંચ પદના ચાર્જમાં રહેલા ઉપ સરપંચ બળવંત સિંહ જાડેજા સ્વાભિમાની અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા, ગામમાં તેમના બાપ દાદાનું મોટું નામ છે. દરમિયાન થોડા દિવસોથી તેઓ સતત માનસિક પરિતાપ ભોગવી રહ્યા હતા. ગામના એક ઇસમ દ્વારા તેમને રૂબરૂ અને ટેલિફોનિક ગામની જમીન મામલે ધાક ધમકી કરવામાં આવી રહી હતી.

Advertisement

આ પણ  વાંચો -kutch : વર્માનગરની ઓઢણ નામની ભેંસે બનાવ્યો નવો રેકોર્ડ

દુષપ્રેરના કરનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી  કરી માંગ

દરમિયાન જેલની વાતથી સ્વમાન ભંગ થવાના ભયે તેમણે ઝેરી દવા ગટગટાવી અંતિમ પગલું ભરી લીધું હતું.આ સમગ્ર મામલે કારણભૂત ઇસમ સામે ઇન્ચાર્જ સરપંચને મરવા માટે દુષપ્રેરના કરનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માગ છે. આ બાબતે ન્યાયિક તપાસ હાથ ધરવામાં નહિ આવે ત્યાં સુધી પરિવાર મૃતદેહ સ્વીકારશે નહિ, અને તેમના સમર્થનમાં સમસ્ત સરપંચ સંગઠન જોડાયેલા રહેશે.

Tags :
Advertisement

.