Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KUTCH: લખપતમાં ન્યુમોનિયાથી હાહાકાર,4 દિવસમાં 12 લોકોના મોત

કચ્છના લખપત તાલુકામાં શંકાસ્પદ તાવનો મામલો 4 દિવસમાં તાવના લીધે 12 લોકોના મોત થયા બેખડા, સાન્ધ્રો, મેડી, ભરાવાંઢ સહિત ગામમાં થયા મોત આરોગ્ય તંત્રની ટિમ દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં મુલાકાત KUTCH: કચ્છ(KUTCH)ના લખપતમાં ન્યુમોનિયા તાવએ કહેર મચાવ્યો છે. છેલ્લા 4...
12:19 PM Sep 08, 2024 IST | Hiren Dave

KUTCH: કચ્છ(KUTCH)ના લખપતમાં ન્યુમોનિયા તાવએ કહેર મચાવ્યો છે. છેલ્લા 4 દિવસમાં ન્યુમોનિયાના કારણે 12 લોકોના મોત થયા છે. ત્યારે ન્યુમોનિયા તાવના લીધે 12 લોકોના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન બન્યું છે.

જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે માગ

લખપતના બેખડા, સાંધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં ન્યુમોનિયાના કારણે મોત થયા છે. ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે આરોગ્ય તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે. પાન્ધ્રો જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને પરિસ્થિતિ અંગે જાણ કરી છે અને પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે માગ કરી છે.

આ પણ  વાંચો -Rajkot :કોલેરાએ માથું ઉંચક્યું,આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો

રાજકોટમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો

રાજકોટના ધોરાજી ગ્રામ્ય પંથકમાં મેઘરાજા અવિરત વરસ્યા બાદ ધોરાજીમાં હવે તાવ, શરદી, ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો છે, ત્યારે ધોરાજીના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર હાલમાં વાતાવરણ ફેર બદલને લઈ ધોરાજીમાં વાયરલ ઈન્ફેકશનના કેસમાં 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસો વધી રહ્યા છે, ત્યારે હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ ફરજ પર હાજર છે અને જરૂરી દવા પણ ઉપલબ્ધ છે. જો કે રહાતની વાત એ છે કે હજુ સુધી કોઈ ઝેરી તાવના કેસો આવ્યા નથી, માત્ર વાતાવરણ ફેર બદલને લઈ ઈન્ફેકશનના કેસો આવી રહ્યા છે.

આ પણ  વાંચો-Ahmedabad: નરોડામાં કચરાના ડબ્બામાંથી મળી આવ્યું નવજાત શિશુ

ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો

વરસાદની સ્થિતિમાં ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. મચ્છરજન્ય કેસો ગાંધીનગરમાં સામે આવ્યા છે. જેમાં ડેન્ગ્યુના 70 કેસ નોંધાયા છે તો મેલેરીયાના 13 કેસ સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાએ ફોગિંગ, દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે. જો કે શહેરમાં પાણીજન્ય રોગો જોવા મળ્યા નથી પણ ગાંધીનગર મનપામાં ઝાડા ઉલ્ટીના છુટક કેસ સામે આવ્યા છે.

Tags :
12 people diedGujarat FirstGujarati Local Newshealth systemKutchKutch newslakhpatPneumonia
Next Article