Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Heart Attack : રાજ્યમાં નવરાત્રીના માહોલ વચ્ચે 24 કલાકમાં 12 વ્યક્તિના મોત

રાજ્યમાં હાર્ટ એટેકમાં ચિંતાજનક વધારો  24 કલાકમાં હાર્ટ એટેકથી રાજ્યમાં 12 મોત રાજકોટમાં 28 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત રાજકોટના રૈયા રોડ પર બિલ્ડરને હાર્ટએટેક કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષના કિશોરનું મોત અમદાવાદના હાથીજણમાં ગરબામાં 1 યુવકનું મોત દ્વારકા, મોટા...
heart attack   રાજ્યમાં નવરાત્રીના માહોલ વચ્ચે 24 કલાકમાં 12 વ્યક્તિના મોત
  • રાજ્યમાં હાર્ટ એટેકમાં ચિંતાજનક વધારો 
  • 24 કલાકમાં હાર્ટ એટેકથી રાજ્યમાં 12 મોત
  • રાજકોટમાં 28 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત
  • રાજકોટના રૈયા રોડ પર બિલ્ડરને હાર્ટએટેક
  • કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષના કિશોરનું મોત
  • અમદાવાદના હાથીજણમાં ગરબામાં 1 યુવકનું મોત
  • દ્વારકા, મોટા અંબાલા, રામનગરમાં 1-1નું મોત
  • સુરતમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 2ના મોત
  • વડોદરાના હરણીમાં ગરબા રમતા 1નું મોત
  • ડભોઈમાં 13 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત
  • નવસારીમાં ગરબા રમ્યા બાદ 1 યુવકનું મોત

રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં ઓચિંતો વધારો જોવા મળતાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વીતેલા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકના કારણે 12 વ્યક્તિના મોત થયા છે.

Advertisement

કિશોર અને યુવા વર્ગ તેનો શિકાર 

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી યુવા વર્ગમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે જેના અનેક કારણો હોઇ શકે છે પણ ખાસ કરીને ચિંતા એટલે વધી રહી છે કે કિશોર અને યુવા વર્ગ તેનો શિકાર બની રહ્યા છે. રાજકોટમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે જ્યારે રૈયા રોડ પર એક બિલ્ડરને હાર્ટ એટેક આવ્યો છે. તેમને તત્કાળ હોસ્પિટલમાં ખસેડાયા હતા પણ તેમનું મોત થયું હતું.

Advertisement

સુરતમાં પણ વીતેલા 24 કલાકમાં હાર્ટ એટેકમાં 2 વ્યક્તિના મોત 

અમદાવાદના હાથીજણમાં ગરબા દરમિયાન યુવકનું મોત થયું છે. આ ઉપરાંત દ્વારકા, મોટા અંબાલા અને રામનગરમાં પણ મળીને 3 યુવકના મોત થયા છે. સુરતમાં પણ વીતેલા 24 કલાકમાં હાર્ટ એટેકમાં 2 વ્યક્તિના મોત થયા છે.

Advertisement

વડોદરાના હરણી વિસ્તારમાં પણ ગરબા રમતા 1નું મોત

બીજી તરફ વડોદરાના હરણી વિસ્તારમાં પણ ગરબા રમતા 1નું મોત થયું છે. ડભોઇમાં પણ 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે. નવસારીમાં પણ ગરબા રમ્યા બાદ હાર્ટ એટેકના કારણે 1 યુવકનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. નવરાત્રીના માહોલ વચ્ચે યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સા વધતાં ચિંતા જોવા મળી રહી છે.

કેસ વધતાં ચિંતા 

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા દિવસોથી હાર્ટ એટેકના કેસ વધતાં તંત્રએ દરેક ગરબા મહોત્સવમાં એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ તૈનાત રાખવાનો ગરબા આયોજકોને કહ્યું હતું. તબીબી આલમમાં પણ વધતા જતાં હાર્ટ એટેકના કેસ ચિંતાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો---BHARUCH : આસો નવરાત્રીમાં પણ તસ્કરોનો આંતક યથાવત, સલૂન અને રેસ્ટોરન્ટને બનાવ્યું નિશાન

Tags :
Advertisement

.