Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : ગાંધીધામમાંથી અધધ… રૂપિયા 800 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું...

રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે...
kutch   ગાંધીધામમાંથી અધધ… રૂપિયા 800 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો  જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું

રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.

Advertisement

ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. લગભગ 80 કિલોથી વધુ ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીધામમાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.

Advertisement

હર્ષ સંઘવીએ કહ્યું કે, કચ્છ પૂર્વ એલ.સી.બી. શાખાને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરે એ પહેલાં કચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને 80 કિલોગ્રામ કોકેઈન કબજે કરેલ છે. જેની કિંમત રૂ.800 કરોડ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કડક પગલાં લેવાય રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.

Advertisement

જાણવા મળ્યા મુજબ પોલીસને આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. કચ્છનાં દરિયા કિનારેથી વારંવાર ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા બાદ બીએસએફ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ગઈ કાલે પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. કચ્છ પોલીસ ડ્રગ્સનો જથ્થો કોણે મંગાવ્યો, ક્યાં મોકલવાનો હતો તે અંગેની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : વિશ્વ હૃદય દિવસ : છેલ્લા 5 વર્ષમાં AB PMJAY-MA હેઠળ 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓને મફત સારવાર મળી

Tags :
Advertisement

.