Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KUTCH : અંજારના બુઢારમોરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, 4 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર

 કચ્છ જિલ્લામાંથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  કચ્છમાં અંજારના બુઢારમોરામાં કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ભયાવહ આગ કેમો સ્ટીલ નામની કંપનીમાં લાગી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, આ ઘટનામાં  7 જેટલા શ્રમિકો ગંભીર રીતે...
10:26 PM Jan 14, 2024 IST | Harsh Bhatt

 કચ્છ જિલ્લામાંથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  કચ્છમાં અંજારના બુઢારમોરામાં કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ભયાવહ આગ કેમો સ્ટીલ નામની કંપનીમાં લાગી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, આ ઘટનામાં  7 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ત્યારે 4 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર છે.

અંજારના બુઢારમોરામાં કંપનીમાં આગ

કંપનીમાં સ્ટીલ ઓગાળતી વખતે આગ લાગવાની દુર્ઘટના બની

સમગ્ર ઘટના એમ છે કે, આ કંપનીમાં સ્ટીલ ઓગાળતી વખતે દુર્ઘટના બની હતી. વધુમાં ભઠ્ઠી ઉભરાઈ જતા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત  થયા હતા. અહી નોંધનીય વાત એ છે કે, અગાઉ પણ કંપનીમાં આ રીતનો બનાવ બન્યો હતો. ત્યાર બાદ બીજી વખત આ ભયાનક ઘટના સામે આવી છે. આ સમયે લાગેલ આગ એટલી ભયાવહ હતી કે આગના વિકરાળ દ્રશ્યો જોઈને પણ ડર લાગે. આ ઘટનામાં જે  7 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને અન્ય જે  4 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર છે તે તમામને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે.

પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ 

ત્યારે પોલીસ ટીમ પણ સમગ્ર ઘટનાના તપાસ અંગે લાગી ગઈ છે અને જાણવાજોગ દાખલ કરી બનાવ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવનાર સમયમાં હવે તપાસ બાદ જ આગ લાગવા પાછળનું યોગ્ય કારણ અને અન્ય વિગતો સામે આવશે

આ પણ વાંચો -- Congress : રાહુલની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ના પહેલા જ દિવસે કોંગ્રેસને ફટકો! આ જાણીતા નેતાએ આપ્યું રાજીનામું

વાંચો અગત્યના સમાચાર-- Ram Mandir Inauguration: 32 વર્ષ સુધી કરેલી PM Modi ની તપસ્યા 22 જાન્યુ. એ સફળશે

વાંચો અગત્યના સમાચાર - - Ram Temple : ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે આ 55 દેશના વડા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અપાયું આમંત્રણ

 

Tags :
ANJAARFIRE BRIGADE KUTCHFIRE INCIDENTGujarat FirstInjuredKEMO SteelKutchWORKERS TRAPPED
Next Article