ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો કોણ છે Silent Killer!કે જે લઈ શકે છે 4 કરોડ લોકના મોત

કોરોના વાયરસ બાદ નવી વાયરસની થશે એન્ટ્રી વિશ્વમાં સાયલન્ટ કિલર એન્ટ્રી થઈ રહી છે વર્ષ 2050 સુધીમાં લગભગ 4 કરોડ લોકો મોત થશે Health : આપણે બધાએ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીનો કહેર જોયો છે. આ રોગે સમગ્ર વિશ્વની ગતિ...
06:01 PM Sep 26, 2024 IST | Hiren Dave

Health : આપણે બધાએ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીનો કહેર જોયો છે. આ રોગે સમગ્ર વિશ્વની ગતિ રોકી દીધી હતી. તેના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ઘણા લોકો માને છે કે મૃત્યુની આવી રમત ફરીથી બનવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે વિશ્વ હજુ પણ Silent Killer નો સામનો કરી રહ્યું છે જે વર્ષ 2050 સુધીમાં લગભગ 4 કરોડ લોકોને મોત થઈ શકે છે. આ રિપોર્ટમાં જાણો શું છે આ સાયલન્ટ કિલર અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

25 વર્ષમાં લગભગ 4 કરોડ લોકો ગુમાવશે જીવ

અમે એન્ટિબાયોટિક પ્રતિરોધક ચેપ વિશે વાત કરી રહ્યા છીએ. આનો અર્થ એ છે કે ચેપ કે જે દવાઓને પ્રતિસાદ આપવા દેતા નથી. ‘ધ લેન્સેટ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે વર્ષ 1900 અને વર્ષ 2021 વચ્ચે ડ્રગ-રેઝિસ્ટન્ટ ઈન્ફેક્શનને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થયા છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2025 સુધીમાં એટલે કે આગામી 25 વર્ષમાં લગભગ 4 કરોડ લોકો આના કારણે જીવ ગુમાવી શકે છે. આ સંશોધને વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતોના ચિંતાનો વિષય બન્યો છે

આવું કેમ થાય છે, આ કેટલો ગંભીર છે?

આવું ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા એવી રીતે વિકસિત થાય છે કે તે દવાની અસરોને સહન કરી શકે. આનો અર્થ એ છે કે ન્યુમોનિયા અને ઝાડા જેવા સામાન્ય રોગો પણ જીવલેણ બની શકે છે. આનો અર્થ એ છે કે જે રોગો હવે સરળતાથી મટી જાય છે તે પણ ભવિષ્યમાં જીવલેણ બની શકે છે. સંશોધકોના મતે, આવું થવાનું મુખ્ય કારણ એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ છે. જો તમે પણ સહેજ પણ તકલીફમાં તરત જ દવા લો છો તો આ આદત બદલવી જોઈએ.

આ પણ  વાંચો -આ 5 રાશિવાળી મહિલાઓને ક્યારે પણ ક્રોધિત ન કરવી જોઈએ!

બચવા માટે આટલા મોટા પગલા ભરવા પડશે.

સંશોધનનુંએ જણાવ્યું કે ડ્રગ રેઝિસ્ટન્સની આ સમસ્યા ઘણા દાયકાઓથી ચાલુ છે અને આવનારા સમયમાં આ ખતરો વધુ ગંભીર બનવા જઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો સૌથી વધુ સમસ્યાવાળા બેક્ટેરિયા માટે નવી અને વધુ અસરકારક એન્ટિબાયોટિક્સ વિકસાવવામાં આવે તો લગભગ 11 મિલિયન લોકોને બચાવી શકાય છે. આવી સ્થિતિમાં, આપણે રસીકરણ, નવી દવાઓ અને સારી આરોગ્ય સંભાળ દ્વારા ગંભીર ચેપના જોખમને ઘટાડવા માટે નવા નિયમે બનાવવાની જરૂર છે.

Tags :
Antibiotic Resistant InfectionsDrug Resistant Infectionsdrugshealth newsResearchScienceThe Silent Killer
Next Article
Home Shorts Stories Videos