જાણો એવું શું થયું કે બ્રિજ ભૂષણ સિંહ રડી પડ્યા, Video
પોતાના નિવેદનને લઇને હર હંમેશ ચર્ચામાં બની રહેતા ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં બ્રિજ ભૂષણ સિંહ સ્ટેજ પર રડતા જોવા મળી રહ્યા છે.
જાહેર મંચ પર રડવા લાગ્યા બ્રિજ ભૂષણ શરણ સિંહ
ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ અચાનક ભાવુક થઈ ગયા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેઓ સ્ટેજ પર રડતા જોવા મળ્યા હતા. બ્રિજ ભૂષણને રડતા જોઈને એક બાળક તેમના ખોળામાં બેસી ગયો અને બ્રિજ ભૂષણના આંસુ લૂછવા લાગ્યો. બાળક બ્રિજ ભૂષણનો પૌત્ર હોવાનું કહેવાય છે. બ્રિજ ભૂષણનો રડતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ કૈસરગંજના તરબગંજ વિસ્તારની એક ખાનગી શાળામાં આયોજિત પ્રતિભા સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. મંચ પર અયોધ્યાના સંતો પણ હાજર હતા. સંતે ગાવાનું શરૂ કરતાં જ બ્રિજભૂષણ સિંહ ભાવુક થઈ ગયા હતા. ગીત સાંભળીને બ્રિજભૂષણ શરણ સિંહની આંખોમાં આંસુ આવી ગયા.
પહેલીવાર બન્યું આવું
કદાચ આ પહેલીવાર છે જ્યારે બ્રિજ ભૂષણ પોતાના મત વિસ્તારના લોકોની સામે સ્ટેજ પર રડ્યા હોય. બ્રિજ ભૂષણને રડતા જોઈને તેમનો પૌત્ર આવીને તેમની પાસે બેઠો. જે પોતાના દાદાને સાંત્વના આપતા જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, પ્રદેશના લોકોની પ્રતિભાના સન્માનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પછી સાંસદ બ્રિજ ભૂષણે તેમના સંઘર્ષની વાર્તા સંભળાવી. જેણે મરવાનું શીખી લીધું છે તેને જીવવાનો અધિકાર છે.’ સાંસદે પોતાના ભાષણની શરૂઆત કવિતાથી કરી હતી. આ પછી બ્રિજ ભૂષણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા ભાજપ સાંસદે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પર પણ ટીપ્પણી કરી હતી.
રાહુલ ગાંધી વિશે બ્રિજ ભૂષણ સિંહે શું કહ્યું ?
રાહુલ ગાંધીની મુલાકાત અંગે બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, રાહુલે તૈયારી કરીને આવવું જોઈએ, તેમની મુલાકાતની ન તો કોઈ અસર થઈ છે અને ન તો કોઈ તેમના નિવેદનને ગંભીરતાથી લે છે. રાષ્ટ્રીય પક્ષના નેતા હોવા છતાં રાહુલ પ્રાદેશિક પક્ષોના ખોળામાં બેસીને લક્ષ્ય વિનાની યાત્રા કરી રહ્યા છે. તેઓ અહીં જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે, તેમની યાત્રા માટે ન તો કોઈ મિશન છે કે ન તો કોઈ વિઝન છે. વળી INDIA ગઠબંધન પર બોલતા, સાંસદે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં ત્રણ વખત આવા જોડાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો જ પ્રયોગ 1977, 1989 અને 1996માં કરવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી તે સફળ થયો નથી. આ ગઠબંધનમાં ન તો કોઈ નેતા છે કે ન તો કોઈ એક વ્યક્તિ જે તેને નિયંત્રિત કરી શકે. સાંસદે કહ્યું કે આ ગઠબંધન પર ન તો કોઈ દબાણ છે અને ન તો તે કોઈ એક વિચારધારા સાથે જોડાયેલું છે. બ્રિજ ભૂષણે સ્પષ્ટ કર્યું કે તેમની સરકાર આવશે તો પણ ચાર-ચાર વડાપ્રધાન હશે.
આ પણ વાંચો - ભાજપે કેન્દ્રીય પદાધિકારીઓની નવી ટીમ જાહેર કરી, રમણ સિંહ અને વસુંધરા રાજેને આપી મોટી જવાબદારી
આ પણ વાંચો - PM મોદી આજે ‘ભારતીય શિક્ષા સમાગમ’નું કરશે ઉદઘાટન,યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ રિલીઝ કરશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ