Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપરજોયને પહોંચી વળવા રાજ્યમાં જાણો NDRF ની ક્યા કેટલી ટીમો તૈનાત

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે જેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં NDRF ની ટીમને ગોઠવી દેવામાં આવી છે. કચ્છ, જામનગર, ગીર સોમનાથ, વલસાડ અને સોમનાથમાં NDRF સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા...
બિપરજોયને પહોંચી વળવા રાજ્યમાં જાણો ndrf ની ક્યા કેટલી ટીમો તૈનાત

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે જેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં NDRF ની ટીમને ગોઠવી દેવામાં આવી છે. કચ્છ, જામનગર, ગીર સોમનાથ, વલસાડ અને સોમનાથમાં NDRF સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Advertisement

વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા NDRF ની ટીમ તૈનાત

બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પહોંચવામાં હજુ બે દિવસ બાકી છે, પરંતુ તેનું ઉગ્ર સ્વરૂપ અરબી સમુદ્રના કિનારે દેખાવા લાગ્યું છે. આ વાવઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ ટીમો એક થઇને કામ કરી રહી છે. બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા રાજ્યના મોરબીમાં 1, જુનાગઢમાં 1, સોમનાથમાં 1, પોરબંદરમાં 1, વલસાડમાં 1, જામનગરમાં 2, રાજકોટમાં 3, દેવભૂમિ દ્વારકામાં 3 અને કચ્છમાં 4 NDRF ની ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત દીવ-દમણમાં 1 NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. SDRFની બે-બે ટીમ કચ્છ, જામનગર અને દ્વારકામાં, એક-એક ટીમ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં તૈનાત કરવામાં આવી છે. જણાવી દઇએ કે, ભારત સરકાર, રાજ્ય સરકાર, ભારતીય વાયુસેના, નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહિતની તમામ એજન્સીઓ ચક્રવાત 'બિપરજોય'ની અસરને ઓછી કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.

Advertisement

15 જૂને આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

Advertisement

IMDએ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “15 જૂને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 16મી જૂને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 'બિપરજોય' ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું છે, જેના કારણે કચ્છ જિલ્લાના નલિયા શહેરમાં હળવો વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, 'બિપરજોય' 15 જૂનની સાંજ સુધીમાં ગુજરાતના જખૌ બંદર નજીક અથડાયા બાદ ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈ જશે. જણાવી દઇએ કે, વાવાઝોડાની લઈને સુરતના ડુમસ અને સુંવાલી બીચને બંધ કરી CISFના જવાનોનું પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા અહી દરિયામાં આઠથી દસ ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પ્રસાશને  42 ગામોને એલર્ટ કરી દીધા છે.

આ પણ વાંચો - Cyclone Biparjoy : પ્રદેશ પ્રમુખ CR Patil એ ભાજપના તમામ કાર્યકરોને મેદાને ઉતરવા આપી સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.