Khyati Hospital : આરોગ્ય મંત્રીને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવ્યો પડ્યો! ગુજરાત આવી કહી આ વાત!
- Khyati Hospital ના કાંડ બાદ આરોગ્ય મંત્રીએ ટુંકાવ્યો પ્રવાસ
- મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવી ઋષિકેશ પટેલ ગુજરાત પરત ફર્યા
- ગુજરાત પહોંચતા જ આરોગ્ય મંત્રીએ બોલાવી અધિકારીઓની બેઠક
- જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે : ઋષિકેશ પટેલ
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા (Mehsana) જિલ્લાનાં બે દર્દીઓનાં મોત બાદ સર્જાયેલા વિવાદના કારણે રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) તેમનો મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવી પરત ફર્યા છે. ગુજરાત પહોંચતા જ આરોગ્ય મંત્રીએ અધિકારીઓની બેઠક બોલાવી છે. PMJAY નાં દુરૂપયોગ મામલે આરોગ્યમંત્રી સમીક્ષા કરશે. તેમણે કહ્યું કે, ખ્યાતિ હોસ્પિટલનો (Khyati Hospital) ઘટનાક્રમ ખૂબ જ દુઃખદ છે. ડોક્ટરોની ટીમનો રિપોર્ટ અને PM રિપોર્ટ પર ચર્ચા થશે.
આ પણ વાંચો - Khyati Hospital વિવાદ મામલે મહેસાણા આરોગ્ય અધિકારીનો મોટો ઘટસ્ફોટ!
મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવી ઋષિકેશ પટેલ ગુજરાત પરત ફર્યા
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) હાલ ભારે વિવાદમાં સપડાઈ છે. સતત વધી રહેલા વિવાદની ગંભીરતા સમજી રાજ્યનાં આરોગ્ય મંત્રી ( Health Minister) ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટુંકાવી પરત ફર્યા છે. ગુજરાત પહોંચતા જ આરોગ્ય મંત્રીએ ગાંધીનગરમાં (Gandhinagar) અધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં PMJAY નાં દુરૂપયોગને લઈને સમીક્ષા અને ચર્ચા કરાશે. સાથે જ ખ્યાતિ હોસ્પિટલે કરેલી સર્જરીનાં તપાસ રિપોર્ટ પર અને જવાબદારો સામે દાખલારૂપ સજા પર પણ ચર્ચા કરાશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગનાં અધિક સચિવ, આરોગ્ય કમિશનર, PMJAY ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો -Khyati Hospital સરકારી યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે : શક્તિસિંહ ગોહિલ
ખ્યાતિ હોસ્પિટલનો ઘટનાક્રમ ખૂબ જ દુઃખદ છે : ઋષિકેશ પટેલ
બેઠક પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલનો ઘટનાક્રમ ખૂબ જ દુઃખદ છે. ડોક્ટરોની ટીમનો રિપોર્ટ અને PM રિપોર્ટ પર ચર્ચા થશે. તેમણે આગળ કહ્યું કે, પ્રથમ દ્રષ્ટીએ ગંભીર બેદરકારી માલૂમ પડે છે. જવાબદાર લોકો સામે દાખલારૂપ પગલાં લેવામાં આવશે. ભવિષ્યમાં પ્લાન્ટ ઓપરેશન માટે SOP તૈયાર થશે.
આ પણ વાંચો -Khyati Hospital : ગ્રામજનોમાં રોષ, પૂર્વ DyCM નીતિન પટેલ હોસ્પિટલ પહોંચ્યા, બેઠકોનો દોર શરૂ!