ખેરાલુમાં પાલિકાનો એક્શન મોડ! 5 મિલકતોને વેરો નહીં ભરતા કરી શીલ
- નગરપાલિકાએ વેરા વસુલાત મામલે તપાસ અભિયાન યોજ્યું
- નગરપાલિકાની ટીમ દ્વારા કુલ પાંચ મિલકલને શીલ કરી
- કાર્યવાહી યથાવત રહેશે તેવું ન.પા.ચિફ ઓફિસરે જણાવ્યું
Kheralu Municipality : મહેસાણામાં જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકામાં નગરપાલિક દ્વારા એક્શન મોડ ઓન કરવામાં આવ્યો છે. ત્યારે તેના અંતર્ગત એક ખાસ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમાં અનેક વિસ્તારોમાં ગેકાયદેસર રીતે રહેણાંક સામે આવ્યા હતા. ત્યારે આ લોકો દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી વેરો ભરવામાં આવ્યો ન હતો. તેથી તેની વિરુદ્ધ ખેરાલુ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.
નગરપાલિકાની ટીમ દ્વારા કુલ પાંચ મિલકલને શીલ કરી
મળતી માહિતી મુબજ, ખેરાલુ નગરપાલિકાએ વેરા વસુલાત મામલે એક તપાસ અભિયાન શરૂ કર્યું હતું. આ તપાસ હેઠળ ખેરાલુ નગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાત 5 મિલકત પર શીલ માર્યું છે. ખેરાલુ નગરપાલિકા દ્વારા 26,97,155 રૂપિયા બાકી વેરા વસુલાતની 16 મિલકત ઉપર શીલ મારવાની કામગીરી હાથ ધરી છે.ખેરાલુ નગરપાલિકા દ્વારા અગાઉ બે બાકી મિલકતદારો સામે શીલ મારી કરી હતી કાર્યવાહી કરી હતી. જ્યારે આજરોજ અન્ય બાકી વેરા ધરાવતા લોકો અને તેમની મિલકત ઉપર શીલ મારવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સોમનાથ તીર્થના નામે ઠગીઓ શ્રદ્ધાળુઓનો શિકાર કરી રહ્યા, જાણો કેવી રીતે
કાર્યવાહી યથાવત રહેશે તેવું ન.પા.ચિફ ઓફિસરે જણાવ્યું
ખેરાલુ નગરપાલિકાની ટીમ ચિફ ઓફિસરની સુચના મુજબ કાર્યવાહી કરી હતી. ત્યારે શક્તિ કોમ્પલેક્ષના પ્રથમ માળની 4 દુકાન શીલ માર્યું છે. તેની સાથે કાન્તમ કોમ્પલેક્ષની ઉપર આવેલા હોલને શીલ મારવામાં આવ્યું છે. તેથી ખેરાલુ નગરપાલિકાની ટીમ દ્વારા કુલ પાંચ મિલકલને શીલ કરવામાં આવી હતી. જોકે તમામ રીઢા બાકી વેરા વસુલાતની મિલકતો પર નોટીસ મારવામાં આવી હતી. હજુ પણ આવનારા સમયમાં ખેરાલુ ગંજ બજાર સહિતની મિલકત પર શિલ લાગે તો નવાઈ નહીં. અને હજું પણ બાકી રહેલી મિલ્કતો પર શીલ મારવાની કાર્યવાહી યથાવત રહેશે તેવું ન.પા.ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
આ પણ વાંચો: જુગારધામના સંચાલક સાથે પોલીસની સંડોવણી ખુલતા 5 પોલીસકર્મી સસ્પેન્ડ...