Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda : વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ, આજે PM મોદી જોડાશે, રૂ.200 ના ચાંદીનાં સિક્કાનું કરશે અનાવરણ

સ્વામિનારાયણનાં સર્વોચ્ચ ધામ વડતાલ ખાતે રૂપિયા 200 ના ચાંદીનાં સિક્કા કોમોટિડીવ કોઈનનું અનાવરણ પણ કરાશે.
kheda   વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ  આજે pm મોદી જોડાશે  રૂ 200 ના ચાંદીનાં સિક્કાનું કરશે અનાવરણ
Advertisement
  1. Kheda નાં વડતાલ ધામ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે
  3. રૂ. 200 ના ચાંદીનાં સિક્કાનું અનાવરણ કરાશે

ખેડા જિલ્લાનાં (Kheda) વડતાલ ધામ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણનાં સર્વોચ્ચ ધામ વડતાલ (Vadtal Dham) ખાતે રૂપિયા 200 ના ચાંદીનાં સિક્કા કોમોટિડીવ કોઈનનું અનાવરણ પણ કરાશે. વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે વડતાલ ધામથી અનાવરણ કરવામાં આવશે.

આ પણ વાંચો - Zodiac Signs:મિથુન રાશિમાં ગુરુનું ગોચર થવાથી આ 3 રાશિઓની કિસ્મત ચમકશે

Advertisement

Advertisement

વડતાલ ધામનાં દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદીની ઉપસ્થિતિ

જણાવી દઈએ કે, ખેડા જિલ્લાનાં (Kheda) વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવ 7 નવેમબરથી 15 નવેમ્બર, 2024 સુધી યોજાશે, જેમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્વિશતાબ્દી મહોત્સવમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયનાં સર્વોચ્ચ ધામ એવા વડતાલ ખાતે આજે 200 રૂપિયાના ચાંદીના સિક્કા કોમોટિડીવ કોઈનનું અનાવરણ કરાશે.

આ પણ વાંચો - Akshaya Navami 2024 : આજે અક્ષય નવમીનો પર્વ, જાણો તેનું મહત્ત્વ, શુભ સમય અને પૂજાની રીત!

વીડિયોના માધ્યમથી PM મોદી ઉદબોધન કરશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વીડિયોનાં માધ્યમથી ઉદબોધન કરશે. જણાવી દઈએ કે, દ્વિશતાબ્દી મહોત્સવમાં (Bicentenary Festival) ગઈકાલે પંચદશનામ જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજી પધાર્યા હતાં. તેમણે ભગવાનનાં દર્શન કર્યા હતા ત્યાર બાદ સભા સ્થળ પર તેમનું વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદજી અને સંતો દ્વારા સ્વાગત કરાયું હતું.

આ પણ વાંચો - VADODARA : ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાની તૈયારીઓ પૂર્ણતાના આરે

Tags :
Advertisement

.

×