Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kheda: ‘જાનથી મારી નાખીશું’ આરોપીને છોડાવવા ટોળાએ PSI સહિત પોલીસ પર કર્યો હુમલો

Limbashi Police, Kheda: ગુજરાત પોલીસ અત્યારે ગુનાગારો સામે કડક કાર્યવાહી કરી રહીં છે, પરંતુ ગુનેગારોમાં પોલીસને લઈને કોઈ ગંભીરતા નથી. લોકો કાયદાને સરેઆમ ભંગ કરી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પર ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી...
10:39 AM May 31, 2024 IST | VIMAL PRAJAPATI
Limbashi Police, Kheda

Limbashi Police, Kheda: ગુજરાત પોલીસ અત્યારે ગુનાગારો સામે કડક કાર્યવાહી કરી રહીં છે, પરંતુ ગુનેગારોમાં પોલીસને લઈને કોઈ ગંભીરતા નથી. લોકો કાયદાને સરેઆમ ભંગ કરી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ પર ગાડી ચડાવીને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, લીંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ (Police) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો વળોત્રીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી. આવી રીતે કાયદાના રક્ષકો પર જ હુમલો કરવો જરાય યોગ્ય નથી.

PSI પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગી ગયો

મળતી વિગતો પ્રમાણે સાયલા પાટિયા પાસે PSI પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગી ગયો હતો. પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોત્રી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી. જોકે, પોલીસે મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડ્યો છે. આરોપી મફા ભરવાડ દ્વારા અન્ય 10 જેટલા માણસોને લાકડીઓ લઈને બોલાવતા પોલીસ (Police) પર હુમલો કર્યો હતો. જેમાં આવેલા લોકોએ પોલીસ પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીને લઈને ભાગી ગયા હતા. નોંધનીય છે કે, ઘટના દરમિયાન પોલીસ કર્મીઓને હાથ અને પગમાં પણ લાકડીઓ મારવામાં આવી હતી.

પોલીસ પર હુમલો કર્યો અને લાકડીઓ વડે મારમાર્યો

નોંધનીય છે કે, આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો અને લાકડીઓ વડે પોલીસને મારમાર્યો હતો. જેમાં PSI દેસાઈને પણ હાથમાં ઈજા પહોંચી હતી. આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડાવવામાં સફળ રહ્યા હતા અને પોલીસને પડકાર ફેક્યો હતો. તમને જણાવી દઇએ કે, આ મામલે પોલીસ (Police)એ ઇપીકો કલમ 143, 147, 148, 149, 332, 186 તથા જી.પી.એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સાથે સાથે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: AMIT SHAH: આજે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ, અધિકારીઓ સાથે કરશે ટૂંકી બેઠક

આ પણ વાંચો: BHARUCH: લ્યો બોલો! ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલો રીન્યુ જ નથી કરાઈ

આ પણ વાંચો: GUJARAT: રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાશે, ગરમીથી મળશે આંશિક રાહત

Tags :
attacked policeGujarat PoliceGujarati Local NewsGujarati NewsKhedaKheda Newskheda policelocal newsVimal Prajapati
Next Article