Kheda : ઉત્કંઠેશ્વરથી બાયડ સુધી કાળમુખી બની આઇસર! અંબાજી જતાં પદયાત્રી, બાઇકસવારને ઉડાવ્યાં
- યમદૂત બની કપડવંજમાં આઇસરચાલકે મચાવ્યો આતંક
- 4 થી વધુ પદયાત્રી, બાઇકચાલકને અડફેટે લીધા
- ફિલ્મીઢબે રેલિયા ચેકપોસ્ટ પરના પોલીસ આળબંધ ઊડાવ્યાં
ખેડા (Kheda) જિલ્લાનાં કપડવંજમાંથી (Kapdwanj) એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ આવતા આઇસરચાલકે અંબાજી જતાં ચારથી વધુ પદયાત્રીઓ સહિત એક બાઇકચાલકને અડફેટે લીધો હતો અને ફરાર થયો હતો. આઇસરચાલકે ફિલ્મીઢબે રેલિયા ચેકપોસ્ટ પરનાં પોલીસ આળબંધ પણ ઉડાવ્યાં હતાં અને 100 કિમી સુધી પદયાત્રી માર્ગ પર કલાકો સુધી આતંક મચાવ્યો હતો. અરવલ્લીનાં (Aravalli) બાયડમાં લોકોએ આઇસરચાલકને પકડ પોલીસ હવાલે કર્યો હતો.
- યમદૂત બની કપડવંજમાં આઇસરચાલકે મચાવ્યો આતંક
- કપડવંજનાં ઉત્કંઠેશ્વરથી બાયડ સુધી કાળમુખી બની આઇસર
- 4 થી વધુ પદયાત્રી, બાઇકચાલકને અડફેટે લીધા
- ફિલ્મીઢબે રેલિયા ચેકપોસ્ટ પરના પોલીસ આળબંધ ઊડાવ્યાં
- અરવલ્લીનાં બાયડમાં લોકોએ આઇસરચાલકને ઝડપ્યો
- બાયડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી…— Gujarat First (@GujaratFirst) September 12, 2024
આ પણ વાંચો - Surat : માનસિક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવનારા 2 ને આકરો જેલવાસ
કપડવંજનાં ઉત્કંઠેશ્વરથી બાયડ સુધી કાળમુખી બની આઇસર!
ખેડા (Kheda) જિલ્લાનાં કપડવંજમાંથી ચોકાવનારી ઘટના સામે આવી છે. ઉત્કંઠેશ્વરથી બાયડ (Bayad) સુધી એક આઇસરચાલકે જોરદાર આતંક મચાવ્યો હતો. બેફામ આવતા આઇસરચાલકે (Eicher) ઉત્કંઠેશ્વર પાસે બાઇકચાલકને અડફેટે લીધો હતો. ત્યાર બાદ અંબાજી (Ambaji) જતાં 4 થી વધુ પદયાત્રીઓને પણ ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ફરાર થતાં આઇસરચાલકે ફિલ્મીઢબે રેલિયા ચેકપોસ્ટ પરનાં પોલીસ આળબંધ પણ ઉડાવ્યાં હતાં. કપડવંજનાં વાસણાનાં સ્થાનિકો દ્વારા આઇસરચાલકનો પીછો કરાયો હતો.
આ પણ વાંચો - Rajkot Civil Hospital : 70 વર્ષનાં બીમાર વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરનારા બે ડોક્ટર સામે દાખલો બેસે એવી કાર્યવાહી!
4 પદયાત્રી અને બાઇકચાલકને અડફેટે લીધા
જો કે, અરવલ્લીનાં (Aravalli) બાયડમાં લોકોએ આતંકી આઇસરચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. બાયડ પોલીસ (Bayad Police) દ્વારા આઇસરચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. આ મામલે ખેડા (Kheda) જિલ્લાની આતરસૂબા કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે. આ ઘટનામાં અંબાજી જતાં કેટલાય પદયાત્રીઓને ઇજાઓ પહોંચી હોવાની માહિતી છે. પ્રાથમિક માહિતી મુજબ, આઇસરચાલકે 100 કિમી સુધીનાં પદયાત્રી માર્ગ પર કલાકો સુધી આતંક મચાવ્યો હતો. દહેગામથી ટ્રી ગાર્ડ લઈ આઇસર મોડાસા તરફ જવા નીકળી હોવાનું પણ સામે આવ્યું હતું.
આ પણ વાંચો - Ambaji Temple ને ભાદરવી મહાકુંભ નિમિત્તે રંગબેરંગી લાઈટીંગથી શણગારયું