Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

Kheda: ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. પરંતુ જો ઘણી એવી શાળાઓ છે કે જ્યા સરકારી યોજનાઓ ધૂળ ખાઈ રહીં છે. વિગતે વાત કરવામાં આવે તો, ખેડા (Kheda) જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર 812 સાયકલો...
04:33 PM Jul 13, 2024 IST | VIMAL PRAJAPATI
Bicycles - Kheda

Kheda: ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. પરંતુ જો ઘણી એવી શાળાઓ છે કે જ્યા સરકારી યોજનાઓ ધૂળ ખાઈ રહીં છે. વિગતે વાત કરવામાં આવે તો, ખેડા (Kheda) જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર 812 સાયકલો સડી રહીં છે. આખરે કેમ આ સાયકલો વિદ્યાર્થીઓને આપવામાં ના આવી? ખેડા (Kheda) જિલ્લામાં અત્યારે 812 સાયકલો કાટ ખાઈ રહી છે. આ બેદરકારી માટે કોને જવાબદાર ગણવા? આખરે કેમ સરકારી પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે.

2015ના પ્રવેશોત્સવમાં 1252 સાયકલો ફાળવવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015ના પ્રવેશોત્સવમાં 1252 સાયકલો ફાળવવામાં આવી હતી. જો કે, મળતી માહિતી પ્રમાણે તેમાંથી તત્કાલીન સમયે 426 સાયકલો લાભાર્થી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. પરંતુ 812 સાયકલોનું વિતરણ આખરે કેમ ના કરવામાં આવ્યું? એવી તો શું દુવિધા આવી હતી કે, 812 વિદ્યાર્થીઓને સાયકલોથી વંચિત રાખવામાં આવ્યા? ઉલ્લેખનીય છે કે. છેલ્લા 8 વર્ષથી 812 સાયકલો અહીં ધૂળ ખાઈ રહી છે.

આ બેદરકારી માટે હવે જવાબદાર કોણ છે?

વિગતે વાત કરવામાં આવે તો, મહુધાના કુમાર કન્યા પ્રાથમિક શાળામાં 150 સાયકલો પડી રહી છે, તો નડીઆદના ઉત્તરસંડામાં 426 સાયકલો પડી રહી છે. આ સાથે કપડવંજની વાત કરવામાં આવે તો ત્યાં 39 સાયકલો કાટ ખાઈ રહી છે, જ્યારે ખેડામાં 11 સાયકલો ધૂળ ખાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ ઠાસરાના વણોતીમાં 186 સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે આવી બેદરકારી કેમ થઈ? અને બેદરકારી થઈ તો તેના માટે હવે જવાબદાર કોણ છે?

સાયકલો વિદ્યાર્થીઓ સુધી કેમ પહોંચાડવામાં ના આવી?

સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સાયકલો ફાળવવામાં આવી તેને વિદ્યાર્થીઓ સુધી કેમ પહોંચાડવામાં ના આવી? આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદકારી? 812 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહીં છે તેનો મતલબ કે 812 જેટલ વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવ્યા છે. તો અહીં શંકાની છડી કોના પર રાખવી? આ તો અનેક સવાલો થઈ રહ્યા છે. છેક 2015ના પ્રવેશોત્સવમાં આ સાયકલો આપવાની હતી. પરંતુ છેલ્લા 8 વર્ષથી આ સાયકલે ધૂળ ખાઈ રહીં છે.

અહેવાલઃ કિશન રાઠોડ, ખેડા

આ પણ વાંચો: Surat : ગૃહ રાજ્યમંત્રીએ લાજપોર જેલમાં રૂ.18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું

આ પણ વાંચો: Limkheda Outpost : કોન્સ્ટેબલ તેનું પાકિટ ચોકીમાં ભુલી ગયો અને….

આ પણ વાંચો: Ahmedabad : BJP નેતા વિરુદ્ધ પત્નીનાં ગંભીર આક્ષેપ- મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપે છે !

Tags :
Gujararti NewsKhedaKheda NewsLatest Gujarati NewsLocal Gujarati NewsVimal Prajapati
Next Article