Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શૌર્યનો રંગ ખાખી : ગુજરાત પોલીસની સેવાને બિરદાવવા અપાશે 'ખાખી' એવોર્ડ..!

ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને ઓટીટી ઇન્ડિયા દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police)ના અધિકારીઓ અને જવાનો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગિરી તથા બીએસએફ...
01:41 PM Aug 05, 2023 IST | Vipul Pandya
ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને ઓટીટી ઇન્ડિયા દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police)ના અધિકારીઓ અને જવાનો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગિરી તથા બીએસએફ અને સીઆરએફ તથા સીઆઇએસએફની રાજ્યમાં રહીને કરાયેલી કામગિરીને બિરદાવવા માટે SBI દ્વારા આયોજિત શૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9 ઓગષ્ટ, 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ અદ્ભૂત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોને ખાખી એવોર્ડ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે
ગાંધીનગર મહાત્મા મંદિરમાં 9 ઓગષ્ટે સાંજે SBI દ્વારા આયોજિત શૌર્ય નો રંગ ખાખી કાર્યક્રમ આયોજીત થશે. આ અદ્ભૂત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે જ્યારે સન્માનનિય અતિથી તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. કાર્યક્રમમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહેશે.
માતૃભૂમિની રક્ષા માટે રાત દિવસ કાર્ય કરી રહેલા પોલીસ જવાનો અને તેમના પરિવારને ખાખી એવોર્ડ સમર્પિત
ગુજરાતના ફાસ્ટેટ ગ્રોઇંગ મીડિયા હાઉસ તથા ઓટીટી ઇન્ડિયા દ્વારા એક વર્ષ પહેલા ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓએ કરેલા બેસ્ટ ઇન્વેસ્ટીગેશન અને તેમની સફળ કામગિરીને પ્રજા સમક્ષ લઇ જવા માટે એક અનોખો કાર્યક્રમ શરુ કરાયો હતો. 'શૌર્યનો રંગ ખાખી' નામના આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસની કામગિરી, તેના દ્વારા કરાયેલા ઇન્વેસ્ટીગેશન ઉપરાંત પોલીસનું જીવન કેવું છે અને કેવા પડકારો વચ્ચે પોલીસ કામ કરે છે તે દર્શાવામાં આવે છે અને આ જ કાર્યક્રમ અંતર્ગત આગામી 9 ઓગષ્ટે SBI દ્વારા આયોજિત 'શૌર્યનો રંગ..ખાખી' કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. માતૃભૂમિની રક્ષા માટે રાત દિવસ કાર્ય કરી રહેલા પોલીસ જવાનો અને તેમના પરિવારને ખાખી એવોર્ડ સમર્પિત છે.
સૌથી મોટો મલ્ટીમીડિયા શો યોજાશે
કાર્યક્રમમાં સૌથી મોટો મલ્ટીમીડિયા શો યોજાશે જે 44 મિનિટનો લાઇટ સાઉન્ડ શો છે અને પોલીસ માટે ખાસ ગીત પણ કંપોઝ કરવામાં આવ્યું છે.
કૈલાસા બેન્ડનો લાઇવ શો
ત્યારબાદ કૈલાસા બેન્ડનો લાઇવ શો પણ યોજવામાં આવ્યો છે જેમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર સંગીતના સૂર રેલાવશે. કાર્યક્રમમાં ગુજરાત પોલીસ પર તૈયાર કરાયેલી સ્પેશયલ ડોક્યુમેન્ટરી પણ રજૂ કરાશે.
કાશ્મીર-2023 નયા સવેરા નામની વેબસિરીઝ અને વીડિયો બુક પણ લોન્ચ
ઉપરાંત આ કાર્યક્રમમાં કાશ્મીર-2023 નયા સવેરા નામની વેબસિરીઝ અને વીડિયો બુક પણ લોન્ચ કરાશે. જેમાં કાશ્મીરમાં 370ની કલમ અને 35 એ કલમ નાબૂદ થયા બાદ કેવી સ્થિતી છે તેનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં આ ખાખી એવોર્ડ આપવામાં આવશે
પોલીસ અધિકારી અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાશે
ઉપરાંત આ કાર્યક્રમમાં કોવિડ-10 મહામારી દરમિયાન પ્રજાની વચ્ચે રહીને ફરજ બજાવી મોતને ગળે લગાડનારા પોલીસ અધિકારી અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાશે.
ગુજરાત ફર્સ્ટ પર 9 ઓગષ્ટે સાંજે 6 વાગ્યાથી લાઇવ નિહાળી શકશો
આ ઐતિહાસિક એવોર્ડ શોને આપ ગુજરાત ફર્સ્ટ પર 9 ઓગષ્ટે સાંજે 6 વાગ્યાથી લાઇવ નિહાળી શકશો અને ઘેર બેઠા ઐ ઐતિહાસિક ક્ષણોના ભાગીદાર બની શકશો.
આ પણ વાંચો---15,666 કન્યાઓને ડોક્ટર બનવા માટે ગુજરાત સરકારે આપી રૂ.453 કરોડથી વધુની આર્થિક સહાય
Tags :
Bhupendra PatelGujarat FirstGujarat PoliceHarsh SanghviOTT IndiaShaurya no Rang KhakhiSri Siddhi Group
Next Article