ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : પવિત્ર નર્મદા નદી કાંઠે કાવડયાત્રીઓના ધામા.

ભરૂચની પવિત્ર નર્મદા નદી કાંઠે કાવડયાત્રીઓના ધામા.. સુરતથી 35 વર્ષથી આવતા કાવડયાત્રીઓએ નર્મદા નદીમાં ડૂબકી લગાવી જળ કાવડમાં લઈ સુરત રવાના.. હજારોની સંખ્યામાં કાવડયાત્રીઓએ દશાશ્વમેઘ ઘાટ ઉપર હર હર નર્મદેના નારા સાથે નર્મદા મૈયામાં લગાવી ડુબકી.. હર હર મહાદેવના...
09:21 AM Aug 03, 2024 IST | Vipul Pandya
BHARUCH KAVADYATRI

Bharuch KAVADYATRI : શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળા અભિષેક કરાવવાનો અનેરો મહિમા રહ્યો છે અને છેલ્લા 35 વર્ષથી સુરતમાંથી શિવમિત્ર મંડલ સંઘ દ્વારા પરંપરા મુજબ મોટી માત્રામાં કાવડયાત્રીઓ ( KAVADYATRI )આવ્યા હતા અને Bharuch નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં જળ લઈ ધાર્મિક પૂજા અર્ચના સાથે કાવડયાત્રા પરત સુરત રવાના થઈ હતી જે સોમવારે શિવજીને જળાભિષેક કરી કાવડ યાત્રાનું સમાપન કરનાર છે

સુરત ઉધના તરફથી શિવ મિત્ર મંડલ કાવડ સંઘ યાત્રીઓ નર્મદા તટે આવ્યા

દક્ષિણ ગુજરાતના સુરત ઉધના ખાતેથી 1990માં માત્ર 11 કાવડયાત્રીઓથી કાવડ યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે કાવડયાત્રાનું મહત્વ વધી ગયું છે જેના પગલે દક્ષિણ ગુજરાતમાંથી મોટી માત્રામાં કાવડયાત્રીઓના મંડળો ની સંખ્યામાં વધારો થયો છે અને દર શ્રાવણ માસ પૂર્વે મોટી માત્રામાં સુરત તરફથી કાવડયાત્રીઓ ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ઉપર કાવડ યાત્રીઓ આવતા હોય છે અને પરંપરા મુજબ આજે બપોર બાદ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત ઉધના તરફથી શિવ મિત્ર મંડલ કાવડ સંઘ યાત્રીઓ આવી પહોંચ્યા હતા. હર હર નર્મદે હર હર મહાદેવના નારા સાથે કાવડયાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં ડૂબકી લગાવી કાવડમાં પવિત્ર નર્મદા નદીના જળ લઈ મહાદેવની આરતી સાથે કાવડયાત્રા દશાશ્વમેઘ ઘાટથી પગપાળા સુરત રવાના થયા હતા.

આ પણ વાંચો----Bharuch : નગરપાલિકાની લાપરવાહીનાં કારણે આધેડે ગુમાવ્યો જીવ! પરિવારનો હોબાળો

પવિત્ર નર્મદા નદીના માત્ર દર્શનથી પાપ મુક્ત થવાતું હોવાની માન્યતાઓ

ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીના માત્ર દર્શનથી પાપ મુક્ત થવાતું હોવાની માન્યતાઓ રહી છે અને પવિત્ર નર્મદા નદીનું જળ શ્રાવણ માસમાં શિવજીને જળા અભિષેક કરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની પણ શ્રદ્ધાઓ શિવ ભક્તોમાં રહી છે ભરૂચ જિલ્લા સહિત ગુજરાત ભરના જિલ્લાઓમાંથી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે કાવડયાત્રીઓ પવિત્ર નર્મદા નદીના જળ લઈ શ્રાવણ માસના દર સોમવારે શિવજીને જળા અભિષેક કરાવવા માટે નર્મદાના જળ લઈ કાવડ યાત્રા કરી શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હોવાની માન્યતાઓ રહી છે.

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો----Bharuch : નંબર પ્લેટ વગરની, PRESS લખેલી કાર તપાસતા પિસ્તોલ મળી, એકની ધરપકડ

Tags :
BharuchGujaratGujarat FirstKavadyatrisLord ShivajiShivmitra Mandal SanghShravan MonthSuratwaters of Narmada river
Next Article