Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karnataka High Court એ દંપતીને છૂટાછેડા માટે કોર્ટ નહીં, સ્વામીજી પાસે....

High Court એ સ્વામીજીની મુલાકાત લેવાનું સૂચન કર્યું કોર્ટે કહ્યું કે, સામાન્ય બાબત પર લગ્નજીવનનો અંત ના આવે પત્નીની માગણી પર કોર્ટે સ્વામીજીને મળવાની ભલામણ કરી Karnataka High Court advises couple : Karnataka High Court એ તાજેતરમાં એક ચોંકાવનારો...
karnataka high court એ દંપતીને છૂટાછેડા માટે કોર્ટ નહીં  સ્વામીજી પાસે
  • High Court એ સ્વામીજીની મુલાકાત લેવાનું સૂચન કર્યું
  • કોર્ટે કહ્યું કે, સામાન્ય બાબત પર લગ્નજીવનનો અંત ના આવે
  • પત્નીની માગણી પર કોર્ટે સ્વામીજીને મળવાની ભલામણ કરી

Karnataka High Court advises couple : Karnataka High Court એ તાજેતરમાં એક ચોંકાવનારો નિર્ણય એક દંપતીને પાઠવ્યો છે. આ નિર્ણય સાંભળીને કોર્ટમાં હાજર દંરતી સહિત તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. જોકે આ પ્રકારનો આદેશ પહેલીવાર કોઈ ન્યાયાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જોકે Karnataka High Court ની અંદર દંપતીએ છૂટાછેડા માટેની અરજી રજૂ કરી હતી. તેના ભાગરૂપે સુનાવણી દરમિયાન Karnataka High Court એ પોતાના આ નિર્ણયને સંભાળાવીને તમામ લોકોને પોતાની આસન હેરાની સાથે ઉભા કરી દીધા હતાં.

Advertisement

High Court એ સ્વામીજીની મુલાકાત લેવાનું સૂચન કર્યું

Karnataka High Court એ છૂટાછેડા માટે અરજી કરેલા દંપતીને જણાવ્યું હતું કે, છૂટાછેડા લેતા પહેલા તેઓએ કોપ્પલમાં આવેલા ગવી ગઠના આધ્યાત્મિક ગુરુ શ્રી ગવિસિદ્ધેશ્વર સ્વામીજીની મુલાકતે લઈ આવે. જે બાદ તેમની વચ્ચે રહેતા મતભેદો આપમેળે દૂર થઈ જશે. અને તેમને છૂટાછેડા લેવાની જરૂર પડશે નહીં. ત્યારે Karnataka High Court માં આ અનોખો નિર્ણય ન્યાયાધીશ Krishna S Dixit એ જાહેર કર્યો છે. તે ઉપરાંત ન્યાયાધીશે સ્વામીજીને કેન્દ્રમાં રાખીને સ્વામી વિવેકાનંદ વિશે વાત કરી છે. જોકે આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  Railway Department એ ધોરણ 10 પર 5000 પદ માટે કરે ભરતીની જાહેરાત

Advertisement

કોર્ટે કહ્યું કે, સામાન્ય બાબત પર લગ્નજીવનનો અંત ના આવે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ન્યાયાધીશ એસ Krishna S Dixit કથિત રીતે જણાવે છે કે, તેમના ધ્યાનમાં આવ્યું છે કે, દંપતી મનોવૈજ્ઞાનિક મામલે એક વિશેષજ્ઞની સલાહ લઈ રહ્યા છે. ત્યારે ન્યાયધીશ Krishna S Dixit એ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ લગ્નજીવનમાં સામાન્ય મતભેદ થવા એ સામાન્ય બાબત છે. ત્યારે આ પ્રકારના મનોવૈજ્ઞાનિક મામલોને લઈ કોઈ દંપતીએ પોતાનું લગ્નજીવન પર પૂર્ણવિરામ ના લગવવો જોઈએ.જોકે લગ્નજીવનમાં આગળ પણ રસ્તો સરળ નથી, અનેક ઉતાર-ચઢાવ આવશે. પરંતુ એક પરિવાર આવી જ કેળવાય છે.

Advertisement

પત્નીની માગણી પર કોર્ટે સ્વામીજીને મળવાની ભલામણ કરી

Karnataka High Court ના ન્યાયાધીશ Krishna S Dixit એ પત્નીની માગણી પર શ્રી ગવિસિદ્ધેશ્વર સ્વામીજીને મળવાની સલાહ દંપતીને પાઠવી છે. ત્યારે Karnataka High Court ના ન્યાયાધીશે દંપતીને સ્વામીજીની મુલાકાત કોર્ટમાં આ અંગે માહિતી રજૂ કરવાનો અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે. Karnataka High Court ના ન્યાયાધીશે દંપતીને રવિવારના રોજ કોપ્પલમાં આવેલા સ્વામીજીના મઠ પર તેમની મુલાકાત કરવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો: લગ્નની લાલચ આપી 50 થી વધુ વિધવા અને મહિલા ન્યાયાધીશ સાથે પણ....

Tags :
Advertisement

.