ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ધ કેરાલા સ્ટોરી' દેશની સચ્ચાઇ છે અને સચ્ચાઇની લોકોને જાણ થવી જરુરી---કાજલ હિન્દુસ્તાની

અહેવાલ---વિપુલ પંડ્યા, વિરલ જોશી   દેશભરમાં પોતાના વિચારો અને ભાષણથી પ્રખ્યાત બનેલા કાજલ હિન્દુસ્તાનીએ આજે ગુજરાતફર્સ્ટની મુલાકાત લીધી હતી. ગુજરાત ફર્સ્ટ ડિજિટલ સાથે વાત કરતાં કાજલ હિન્દુસ્તાનીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર થયેલા વિવાદની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે...
04:01 PM May 09, 2023 IST | Vipul Pandya

અહેવાલ---વિપુલ પંડ્યા, વિરલ જોશી

 

દેશભરમાં પોતાના વિચારો અને ભાષણથી પ્રખ્યાત બનેલા કાજલ હિન્દુસ્તાનીએ આજે ગુજરાતફર્સ્ટની મુલાકાત લીધી હતી. ગુજરાત ફર્સ્ટ ડિજિટલ સાથે વાત કરતાં કાજલ હિન્દુસ્તાનીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર થયેલા વિવાદની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે 'The Kerala Story' સ્ટોરી દ્વારા સચ્ચાઇ બતાવામાં આવી છે અને આ સચ્ચાઇની લોકોને જાણ થવી જરુરી છે. તેમણે કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મુકવો યોગ્ય નથી અને લોકોને ફિલ્મ જોવા દો અને લોકો જ જાતે નક્કી કરે કે સાચું શું છે...

દેશમાં મોટુ નેક્સસ કામ કરે છે જે રીયાલીટીને દબાવાનું કામ કરે છે

ધ કેરાલા સ્ટોરી ફિલ્મ વિશે વાત કરતા કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. અમે ઘણા લવ જેહાદના કેસ રેસ્કયું કર્યા છે. અમને ખબર છે કે દીકરી કે તેના માતા પિતાની શું વેદના છે. આ રીયાલીટી લોકોની સામે આવે તે જરુરી છે. આપણા દેશમાં મોટુ નેક્સસ કામ કરે છે જે રીયાલીટીને દબાવાનું કામ કરે છે. કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે જ્યાં સુધી ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ના આવી ત્યાં સુધી ઘણા મોટા વર્ગના લોકોને ખબર ન હતી કે કાશ્મીરી હિન્દુઓ સાથે એવું તો શું થયું કે તે પોતાના દેશમાં જ શરણાર્થી થઇ ગયા હતા.

સચ્ચાઇની પણ લોકોને ખબર પડવી જોઇએ

કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે એવી જ રીતે કેરળમાં એવુ થઇ રહ્યું છે કે દિકરીઓને લવ જેહાદમાં ફસાવી આતંકવાદી બનાવીને વિદેશમાં પ્રોસ્ટીટ્યુટ તરીકે વેચી દેવાય છે. અને આ રીયાલીટી છે. તેમણે કહ્યું કે 90ના દાયકામાં અજમેરનો ભારતનું સૌથી મોટુ રેપ સ્કેન્ડલ બહાર આવ્યું હતું. અને આ સ્કેન્ડલને દબાવી દેવાયું હતું. હું આપણા દેશના નિર્માતા નિર્દેશકોને કહું છું કે આ સ્કેન્ડલ પર પણ ફઇલ્મ બનવી જોઇએ. અહીં હિન્દુ દિકરીઓ પર રેપ કરાયોહતો અને મોટું સ્કેન્ડલ આચરાયું હતું. આ સચ્ચાઇની પણ લોકોને ખબર પડવી જોઇએ.

બધાને આર્ટીસ્ટીક ફ્રિડમનો અધિકાર છે

ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર કેટલાક રાજ્યોમાં મુકાયેલા પ્રતિબંધ વિશે કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે આપણા દેશમાં એક તાકાત કામ કરી રહી છે જેઓ ગજવા એ હિન્દ એજન્ડા પર કામ કરે છે. આપણા દેશના હિન્જુઓનો હજારો વર્ષથી સંઘર્ષનો ઇતિહાસ રહ્યો છે. પ.બંગાળ, તામિલનાડુ અને કેરાળા રાજ્યોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે પણ મારો સવાલ એ છે કે ફિલ્મ પર પ્રતિબંધ કેમ મુકાયો છે. તમે જો સાચા છો તો રિયાલીટી બતાવો...બધાને આર્ટીસ્ટીક ફ્રિડમનો અધિકાર છે. અગાઉ આશ્રમ અને પાતાલલોક જેવી વેબ સિરીઝ આવી અને પીકે, મુલ્ક અને રઇસ જેવી ફિલ્મો આવી ત્યારે તેની પર કેમ પ્રતિબંધ મુકાયો ન હતો. આઝાદ દેશમાં દરેકને પોતાની આઝાદી પ્રગટ કરવાનોહક છે. અટલ બિહારી વાજપેયીની વાત મને યાદ આવે છે કે પ્રતિબંધનો જવાબ પ્રતિબંધ ના હોઇ શકે. હિન્દુ અને ભગવાધારીઓનું ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું છે. તો આવી સાચી રીયાલીટી દેખાડવામાં તમે કેમ ડરો છો. તમે લોકો પર છોડી દો...અને લોકોને નક્કી કરવા દો...રાજ્ય આ રીતે નક્કી કરે તે યોગ્ય નથી.

મને ખબર છે કે સંઘર્ષ છે અને રુકાવટ પણ આવે છે
હેટ સ્પીચ આપવા અંગે કાજલ હિન્દુસ્તાનીએ ગુજરાત ફર્સ્ટને કહ્યું કે મને લાગે છે કે એક વર્ગને હું અસર કરું છું..તેમને ખબર છે કે આ સત્ય છે તેની હું પોલ ખોલ કરું છું. તે ભીડતંત્રનો હિસ્સો છે જે ટુકડે ટુકડે ગેંગ છે અને પથ્થરમારો કરે છે. નારા લગાડે છે અને તે આતંકવાદી તત્વો છે અને તેમના લવ જેહાદનો આ એજન્ડા છે તેની વચ્ચે કાજલ ઉભી છે તેથી તેને ખતમ કરો.. અને તેથી તેવા પ્રયાસ કરતાં હતા. મને ખબર છે કે સંઘર્ષ છે અને રુકાવટ પણ આવે છે પણ મારું કામ ચાલું રહેશે.....

સંસ્કાર આપવાની ફરજ માતા પિતા ની નહી પણ સમાજની પણ છે
કાજલ હિન્દુસ્તાનીએ માતા પિતાને અપિલ કરતાં કહ્યું કે માતા પિતાને વિનંતી કે તમે તમારા બાળકોને બધું જ આપો છો....જેજોઇએ છે તે આપો છો..પણ કમી માત્ર સંસ્કારોની છે. તે સંસ્કાર આપવાની ફરજ માતા પિતાની નહી પણ સમાજની પણ છે. તમે તમારી દિકરીને સંસ્કાર એટલા મજબૂત આપો કે કોઇ તેમનું ધર્માંતરણ ના કરાવી શકે. અન્ય ધર્મોમાં કેમ ધર્માંતરણ થતું નથી. એક કારણ એ પણ છે કે આપણા એક વર્ગનું પશ્ચિમીકરણ થઇ ગયું છે. જો કે હવે જાગૃક્તા આવી છે અને મને લાગે છે કે ફેરબદલ થશે.

બોલીવુડની હિરોઇનના જીવનને સાચી ના માનો

કાજલ હિન્દુસ્તાનીએ દિકરીઓને અપિલ કરતાં કહ્યું કે હું દીકરીઓને કહીશ કે બોલીવુડની હિરોઇનના જીવનને સાચી ના માનો. તમે યોધ્ધાની જમીનમાં જન્મ લીધો છે. આપણી ઘણી નારી શક્તી છે. મહિલાઓ શક્તિના રુપમાં મળી છે. જે વીર યોધ્દા છે...હું કહીશ કે પાપા કી પરી મત બનો.. પણ પાપાકી શેરની બનો... અને દેશ અને સમાજને સશક્ત કરો. ભારતને વિશ્વગુરુ બનાવવું છે તો મહિલા સશ્કત થવું દીકરીઓને યોગ્ય રોલ મોડેલ સમાજ ઉભો કરે કે મને તો લક્ષ્મીબાઇ બનવું છે તેવા દીકરીને સંસ્કાર આપો.

આ પણ વાંચો----મધ્યપ્રદેશ બાદ હવે યૂપીમાં પણ ‘THE KERALA STORY’ ટેક્સ ફ્રી , સમગ્ર મંત્રીમંડળ સાથે CM યોગી જોશે ફિલ્મ

 

Tags :
controversyinterviewKajal HindustaniThe Kerala Story
Next Article