Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Suratની સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ

Surat Smeemer Hospital : Surat ની Smeemer Hospitalનો  વધુ એક વિવાદ બહાર આવ્યો છે. હોસ્પિટલમાં સિનીયર તબીબ સામે જુનિયર તબીબે રેગિંગનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ભોગ બનેલી યુવતી પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી હતી. સ્મીમેર હોસ્પિટલનો વધુ...
suratની સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ

Surat Smeemer Hospital : Surat ની Smeemer Hospitalનો  વધુ એક વિવાદ બહાર આવ્યો છે. હોસ્પિટલમાં સિનીયર તબીબ સામે જુનિયર તબીબે રેગિંગનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ભોગ બનેલી યુવતી પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી હતી.

Advertisement

સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલ હંમેશા અવારનવાર વિવાદમાં આવતી રહે છે. અગાઉ પણ થાઇ ગર્લ બોલાવાનો વિવાદ અને નશાબાજ તબીબનો વિવાદ સ્મીમેર હોસ્પિટલમાં ગાજી ચુક્યો છે ત્યારે હવે હોસ્પિટલના સિનીયર તબીબે મહિલા તબીબ વિદ્યાર્થીનીનું રેગિંગ કર્યું હોવાનો ચોંકાવનારો વિવાદ બહાર આવ્યો છે.

સિનીયર તબીબ તેનું રેગિંગ કરી રહ્યો છે

સ્મીમેર હોસ્પિટલમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર યુવતીએ વરાછા પોલીસ મથકે પહોંચી પોલીસને પોતાની આપવિતી જણાવી હતી. તેણે પોલીસને કહ્યું કે સિનીયર તબીબ તેનું રેગિંગ કરી રહ્યો છે. તેણે આરોપ લગાવ્યો કે વોટસએપ ગ્રુપમાં તેણી વિશે ટિપ્પણી કરવામાં આવી રહી છે.

Advertisement

ડીનને 20 દિવસ પહેલા ફરિયાદ કરી પણ ડીન દ્વારા કોઇ પગલાં ના લેવાયા

તેણે પોલીસને કહ્યું કે ડીનને 20 દિવસ પહેલા તેણે ફરિયાદ કરી છે પણ ડીન દ્વારા કોઇ પગલાં ના લેવાતા પોતે ડિપ્રેશનનો શિકાર બની છે. યુવતી પરિવાર સાથે વરાછા પોલીસ મથકે પહોંચી હતી. ફરિયાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનો કાફલો પોલીસ મથકે પહોંચ્યો હતો

કલાકો સુધી ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા પછી બંને પક્ષે સમાધાન

યુવતીની રજૂઆત બાદ પોલીસે સિનીયર તબીબને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો જેથી તબીબોનું મોટુ ટોળુ પોલીસ સ્ટેશનમાં એકત્રીત થઇ ગયું હતું. કલાકો સુધી ચાલેલા હાઇવોલ્ટેજ ડ્રામા પછી બંને પક્ષે સમાધાન થયું હતું.

Advertisement

આ પણ વાંચો----- Surat : સેટરડે નાઈટ મનાવવા હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી, રેસિડેન્ટ તબીબને મળી આ સજા!

Tags :
Advertisement

.