ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જુનાગઢ ભારે વરસાદથી જળબંબાકાર, કેશોદ થી માંગરોળ માર્ગ પર પાણી....પાણી....

રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાને આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જુનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. જેમાં માંગરોળ અને માળિયા હાટીનામાં પાણી ભરાયા છે. તેમજ માંગરોળમાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ આવ્યો છે. માળિયામાં...
01:18 PM Jul 19, 2023 IST | Hiren Dave

રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાને આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જુનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. જેમાં માંગરોળ અને માળિયા હાટીનામાં પાણી ભરાયા છે. તેમજ માંગરોળમાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ આવ્યો છે. માળિયામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે.

 

છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ
જૂનાગઢ - 38.08
માણાવદર - 26.52
વંથલી - 33.92
ભેંસાણ - 38.56
વિસાવદર - 60.08
મેંદરડા - 53.88
કેશોદ - 39.52
માંગરોળ - 34.68
માળીયાહાટીના - 36.88

 

માંગરોળ, કેશોદ, વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યા

માંગરોળ, કેશોદ, વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરો પણ પાણી પાણી થયા છે. નદી નાળાઓમાં પુર જેવી સ્થિતિ છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યુ અને વેરાવળમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 22 ઇંચ વરસાદ પડ્યા છે. 19 ઇંચ વરસાદથી વેરાવળ જળબંબાકારની સ્થિતિ થઈ છે. તેમજ રાજકોટના ધોરાજીમાં પણ 12 ઈંચ વરસાદ વરસ્યો છે.

 

 

આ પણ  વાંચો-વરસતા વરસાદની ધાબા પર મજા લઇ રહ્યા હતા બાળકો, અચાનક વીજળી ત્રાટકી , એક બાળકનું મોત

 

Tags :
demandGujaratFirstGujaratRainheavyrainHeavyRainsJunagadhkeshodmonsoon2023WeatherForecastWeatherNewsWeatherUpdate
Next Article