ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : 'Eco Sensitive Zone' સામે 'ગરબા' થકી વિરોધ! વધુ એક BJP નેતા આવ્યા મેદાને

જૂનાગઢમાં 'ઈકો સેન્સિટિવ ઝોન' સામે વિરોધ યથાવત લીમધ્રા, હરિપુર સહિતનાં ગામોમાં ગરબા થકી વિરોધ 'ઈકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરો' જેવા લગાવ્યા બેનર તાલાલા નગરપાલિકાનાં પ્રમુખ અમિત ઉનડકટનો વિરોધ જુનાગઢમાં (Junagadh) 'ઈકો સેન્સિટિવ ઝોન' સામે વિરોધ હાલ પણ યથાવત છે....
01:02 PM Oct 05, 2024 IST | Vipul Sen
  1. જૂનાગઢમાં 'ઈકો સેન્સિટિવ ઝોન' સામે વિરોધ યથાવત
  2. લીમધ્રા, હરિપુર સહિતનાં ગામોમાં ગરબા થકી વિરોધ
  3. 'ઈકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરો' જેવા લગાવ્યા બેનર
  4. તાલાલા નગરપાલિકાનાં પ્રમુખ અમિત ઉનડકટનો વિરોધ

જુનાગઢમાં (Junagadh) 'ઈકો સેન્સિટિવ ઝોન' સામે વિરોધ હાલ પણ યથાવત છે. લીમધ્રા, હરિપુર સહિતનાં ગામોમાં ગરબા થકી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બાળાઓએ ગરબે ઘૂમીને 'ઈકો ઝોન રદ કરો' નાં બેનર્સ સાથે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ આ મામલે એક પછી એક ભાજપનાં (BJP) જ અનેક નેતાઓ સરકાર સામે મેદાને આવ્યા છે.

આ પણ વાંચો - Junagadh : સતત વધી રહ્યો છે 'ઈકો સેન્સિટિવ ઝોન'નો વિરોધ, હવે દિલીપ સંઘાણી અને આ BJP નેતા પણ મેદાને!

લીમધ્રા, હરિપુર સહિતનાં ગામોમાં ગરબા થકી વિરોધ

જુનાગઢ જિલ્લાનાં (Junagadh) વિસાવદરનાં ગામોમાં 'ઈકો સેન્સિટિવ ઝોન' ની (Eco Sensitive Zone) જાહેરાત બાદ વિવાદ સર્જાયો છે અને આ વિવાદ સતત વકરી રહ્યો છે. લીમધ્રા, હરિપુર સહિતનાં ગામોમાં ગરબા થકી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. નવરાત્રીમાં (Navratri 2024) બાળાઓ 'ઈકો ઝોન રદ કરો' નાં બેનર સાથે ગરબે ઘૂમી હતી અને સ્થાનિકોએ સરકારને સદબુદ્ધિ મળે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. જણાવી દઈએ કે, ગ્રામજનોમાં ભીતિ છે કે ઈકો ઝોનથી ગીરનાં (Gir Somnath) ગામડાનાં લોકો ગુલામ બની જશે.

આ પણ વાંચો - Banaskantha : પેપોળ ગામનાં 24 વર્ષીય વીર જવાને કલકત્તાનાં કુચ બિહારમાં શહીદી વિહોરી

એક પછી એક ભાજપનાં નેતાઓ સરકાર સામે મેદાને

ગીર સોમનાથમાં 'ઈકો સેન્સેટિવ ઝોન' સામે વિરોધ સતત વધી રહ્યો છે. ત્યારે ભાજપનાં (BJp) જ કેટલાક નેતાઓ સરકાર સામે મેદાને આવ્યા છે. ભાજપનાં દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી (Dilip Sanghani), પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા (Harshad Ribadia) બાદ વધુ એક ભાજપનાં નેતાએ સરકારનાં 'ઈકો સેન્સેટિવ ઝોન' નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. તાલાલા () નગરપાલિકાનાં પ્રમુખ અમિત ઉનડકટે (Amit Undkat) ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) સાથે વાતચીત કરતા સમયે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અનેક ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા હતા. ઇકો ઝોનનાં (Eco Sensitive Zone) સીમાંકનમાં મોટા માથા, સરકારમાં બેસેલા લોકોની માઇનિંગ લીઝ વાળા વિસ્તાર હટાવી દેવાયા હોવાનો દાવો કરાયો હતો. તેમણે કહ્યું કે, કાયદો બનાવતા સમયે ક્યારેય ખેડૂતોને વિશ્વાસમાં લીધા નથી. જણાવી દઈએ કે, અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા (Mahendra Pithia) સહિત અનેક નેતાઓએ પણ સરકારને આ અંગે પત્રો લખ્યાં છે.

આ પણ વાંચો - Ahmedabad : લોકોની સામે રેલવે એન્જિનિયર ટ્રેન આગળ સૂઈ ગયો અને પછી..! જુઓ હચમચાવતો Video

Tags :
Amit UndkatAmreliBJPbjp-mlaCCFDilip SanghaniEco Sensitive ZoneFarmersGir Somnath Kisan SanghGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHarshad RibadiaJunagadhJunagadh Kisan SanghLatest Gujarati NewsNavratri 2024Talala
Next Article