Junagadh : ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શનનો બનાવી રહ્યો છો પ્લાન તો પહેલા વાંચી લો આ સમાચાર!
- 11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન બંધ રહેશે (Junagadh)
- પરિક્રમાર્થીઓ અને વન્યજીવોની સલામતીને લઈ તંત્રનો નિર્ણય
- પરિક્રમાનાં રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોય તેને લઇને નિર્ણય
જો તમે જુનાગઢમાં (Junagadh) ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શનનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે મહત્ત્વના છે. કારણ કે, 11 થી 15 નવેમ્બર એમ 5 દિવસ સુધી ગિરનાર નેચર સફારી બંધ રહેશે. પરિક્રમાર્થી અને વન્યજીવની સલામતીને લઈ તંત્રે આ નિર્ણય કર્યો છે. પરિક્રમાનાં રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોવાથી સફારી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો - Gondal : ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલની એન્ટ્રીથી હોબાળો! Viral Audio ક્લિપે રાજકારણ ગરમાવ્યું!
11 થી 15 નવેમ્બર સુધી નેચર સફારીમાં સિંહ દર્શન બંધ
જુનાગઢ જિલ્લામાં (Junagadh) ગિરનારની લીલી પરિક્રમા આગામી તારીખ 12 થી 15 નવેમ્બર દરમિયાન શરૂ થવાની છે, જેમાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવશે. આ દરમિયાન પરિક્રમાર્થી અને વન્યજીવની સલામતીને લઈ તંત્રે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે, પરિક્રમાનાં (Girnar Lili Parikrama) રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોય છે આથી, 11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારી (Girnar Nature Safari) સિંહ દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Valsad : ઉમરગામ GIDC ની કંપનીમાં ભીષણ આગ, મોડી રાતે ધુમાડાનાં ગોટેગોટા ઉડ્યા
લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓ, વનપ્રાણીઓની સલામતી માટે નિર્ણય
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની સલામતી જળવાય અને વન્યપ્રાણીઓને પણ કોઈ મુશ્કેલી ના સર્જાય તે હેતુથી વન વિભાગ (Forest Department) દ્વારા 11 થી 15 નવેમ્બર એમ 5 દિવસ સુધી ગિરનાર નેચર સફારી સિંહ દર્શન બંધ રહેશે. જ્યારે પરિક્રમા દરમિયાન વનવિભાગનો સ્ટાફ સમગ્ર રૂટ પર તૈનાત રહેતો હોય છે. આથી, કારણે પણ 11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, પરિક્રમા રૂટ નજીક જ નેચર સફારી પાર્કનો પણ રૂટ છે.
આ પણ વાંચો - Amreli: મોટા ગોખરવાળા ગામે યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું