ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

Junagadh : વધુ એક સિનિયર નેતાનો બળાપો! કહ્યું- જૂના અને વરિષ્ઠ કાર્યકરોને દબાવી..! જુઓ Video

જુનાગઢમાં BJP નાં વધુ એક માજી મંત્રીએ વ્યક્ત કર્યો બળાપો જુનાગઢનાં રાજકારણમાં વધુ એક સિનિયર નેતાની નારાજગી મેંદરડા તાલુકાના પૂર્વ પ્રમુખ ખીમજી પાનસુરીયાનું નિવેદન "જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે અગાઉ આપી હતી ધમકીઓ" જુનાગઢમાં (Junagadh) ભાજપના વધુ એક માજી...
10:39 PM Sep 21, 2024 IST | Vipul Sen
featuredImage
  1. જુનાગઢમાં BJP નાં વધુ એક માજી મંત્રીએ વ્યક્ત કર્યો બળાપો
  2. જુનાગઢનાં રાજકારણમાં વધુ એક સિનિયર નેતાની નારાજગી
  3. મેંદરડા તાલુકાના પૂર્વ પ્રમુખ ખીમજી પાનસુરીયાનું નિવેદન
  4. "જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે અગાઉ આપી હતી ધમકીઓ"

જુનાગઢમાં (Junagadh) ભાજપના વધુ એક માજી મંત્રીએ બળાપો વ્યક્ત કર્યો છે. મેંદરડા તાલુકાનાં પૂર્વ પ્રમુખ ખીમજી પાનસુરીયાનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે (Kirit Patel) અગાઉ ધમકીઓ આપી હતી. કેટલાક હોદ્દેદારોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી, જેના કારણે માણાવદર અને વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.

 આ પણ વાંચો - Chotaudepur : જિલ્લા કલેક્ટરને પત્ર લખી સાંસદ કરગર્યા! લખ્યું- અધિકારીઓ સમયસર..!

જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે અગાઉ ધમકીઓ આપી હતી : ખીમજી પાનસુરીયા

જુનાગઢમાં (Junagadh) એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. જિલ્લાનાં રાજકારણમાં વધુ એક સિનિયર નેતાની નારાજગી સામે આવી છે. મેંદરડા તાલુકાનાં પૂર્વ પ્રમુખ ખીમજી પાનસુરીયાએ (Khimji Pansuriya) જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અંગે એક એવું નિવેદન આપ્યું છે જે હાલ ચર્ચાનું કારણ બન્યું છે. તેમણે કહ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે અગાઉ ધમકીઓ આપી હતી. ખીમજી પાનસુરીએ ગંભીર આરોપ સાથે કહ્યું કે, માણાવદર (Manavadar) અને વિસાવદર વિધાનસભામાં જિલ્લાનાં કેટલાક હોદ્દેદારોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી, જેના કારણે જિલ્લાની બંને બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.

 આ પણ વાંચો - Ahmedabad : ગુજરાતની જનતા માટે ખુશખબર... 'દાદા' સરકારે લીધો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

'ભાજપનાં જૂના અને સિનિયર કાર્યકરોની અવગણના કરવામાં આવે છે'

મેંદરડા (Mendara) તાલુકાનાં પૂર્વ પ્રમુખ ખીમજી પાનસુરીયાએ આગળ કહ્યું કે, ભાજપનાં જૂના અને સિનિયર કાર્યકરોને દબાવી તેમની સતત અવગણના કરવામાં આવે છે. પૂર્વ પ્રમુખ ખીમજી પાનસુરીયાએ (Khimji Pansuriya) એક વીડિયો જાહેર કરી આ આક્ષેપ કર્યા છે. જો કે, હવે ભાજપ (BJP) પૂર્વ પ્રમુખનું આ નિવેદન હાલ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

 આ પણ વાંચો - Ahmedabad : ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યા : ડો. મનીષ દોશી

Tags :
BJPGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJunagadhKirit PatelLatest Gujarati NewsManavadarMendara Taluka Khimji PansuriyaVisavadar