British Parliament : જમ્મુ કાશ્મીરની પત્રકાર યાના મીરે બ્રિટીશ સંસદમાં પાકિસ્તાનની રીતસર ધોલાઇ કરી
British Parliament : જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir ) ની પત્રકાર યાના મીરે (Yana Mir) બ્રિટીશ સંસદ ( British Parliament )માં પાકિસ્તાનની રીતસર ધોલાઇ કરી છે. યાના મીરે બ્રિટીશ સંસદમાં આપેલા પોતાના ભાષણમાં કહ્યું કે તે મલાલા નથી તે તેને તેના દેશમાંથી ભાગવું પડે. તેમણે કહ્યું કે તે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષિત અનુભવ કરી રહી છે.
યાના મીરને વિવિધતા રાજદૂત પુરસ્કાર પણ આપવામાં આવ્યો
બ્રિટીશ સંસદમાં આ કાર્યક્રમનું આયોજન જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટર યુકે દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિટીશ સંસદમાં આ કાર્યક્રમ સંકલ્પ દિવસના ઉપલક્ષ્યમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યાના મીરને વિવિધતા રાજદૂત પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
હું મલાલા યુસુફજઇ નથી
પોતાના ભાષણમાં યાના મીરે કહ્યું કે હું મલાલા યુસુફજઇ નથી જ..કારણ કે હું સ્વતંત્ર છું. અને મારા દેશ ભારતમાં, પોતાના ઘર કાશ્મીરમાં, જે ભારતનું અભિન્ન અંગ છે, ત્યાં હું સુરક્ષિત છું. મારે ક્યારેય મારા દેશથી ભાગવું નહી પડે
મલાલાને તાલિબાન આતંકવાદીઓએ ગોળી મારી હતી
ઉલ્લેખનિય છે કે પાકિસ્તાની કાર્યકર અને નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઇ ને તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર લગાવાયેલા પ્રતિબંધ બાદ સ્કૂલમાં જવાના કારણે તાલિબાન આતંકવાદીઓએ ગોળી મારી હતી. ત્યારથી મલાલાએ પાકિસ્તાન છોડી દીધું હતું અને માનવાધીકારો અને છોકરીઓના શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવા લાગી હતી. મલાલા ગ્લોબલ આઇકોન બની ગઇ હતી.
ભારતીય સેનાના પ્રયાસોની પણ પ્રશંસા કરી
તેમના ભાષણ દરમિયાન, મીરે યુવાનોને હિંસા છોડી દેવા અને રમતગમત અને શિક્ષણમાં તકો ઊભી કરવામાં મદદ કરવાના ભારતીય સેનાના પ્રયાસોની પણ પ્રશંસા કરી. બ્રિટિશ સંસદ ભવનમાં સંકલ્પ દિવસના કાર્યક્રમ દરમિયાન, સહભાગીઓએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) પર ફરીથી દાવો કરવાના ભારતના અધિકાર પર ભાર મૂક્યો હતો. જેકેએસસીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં 100 થી વધુ મહાનુભાવોએ હાજરી આપી હતી. હાજરી આપનારાઓમાં યુકેની સંસદના સભ્યો, સ્થાનિક કાઉન્સિલરો, સમુદાયના નેતાઓ અને વધુનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં હાજરી આપનાર યુકેના સાંસદોમાં બોબ બ્લેકમેન, થેરેસા વિલિયર્સ, ઇલિયટ કોલબર્ન અને વીરેન્દ્ર શર્માનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો-----BHARAT: યુરોપના અર્થતંત્ર માટે BHARAT બન્યું દેવદૂત, આ દેશો કરી રહ્યા છે વાહવાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ