Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jetpur : રોડ પર બાઈકચાલકનો મૃતદેહ મળ્યો, મિત્રનો વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં શવ મળતા તર્ક-વિતર્ક

જેતપુરમાં (Jetpur) આજે વહેલી સવારે પાંચ પીપળાને કેરાળી ગામ જવાનાં રોડ પર એક બાઈકચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન મૃતક સાથે અન્ય પણ એક વ્યક્તિ હોવાનું પરિવારે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી...
jetpur   રોડ પર બાઈકચાલકનો મૃતદેહ મળ્યો  મિત્રનો વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં શવ મળતા તર્ક વિતર્ક

જેતપુરમાં (Jetpur) આજે વહેલી સવારે પાંચ પીપળાને કેરાળી ગામ જવાનાં રોડ પર એક બાઈકચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન મૃતક સાથે અન્ય પણ એક વ્યક્તિ હોવાનું પરિવારે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે, મૃતક બાઇકચાલકનાં સાથી મિત્રનો પણ કેરાળી ખાતે આવેલી વાડીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોલીસે બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલ (Rajkot Hospital) મોકલ્યા છે અને વધુ તપાસ આદરી છે.

Advertisement

બાઇકસવારનો મૃતદેહ રોડ પરથી મળ્યો

આ પણ વાંચો - Vande Metro Train : ગુજરાતીઓ આનંદો... હવે પટરી પર જલદી દોડશે વંદે મેટ્રો ટ્રેન, જાણો તેના અંગે

Advertisement

બનાવની વિગત મુજબ, 12 ઓગસ્ટનાં વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ જેતપુર (Jetpur) તાલુકાનાં પાંચપીપળા કેરાળી ગામ જવાનાં રોડ પરથી એક બાઈકચાલકનો રોડની સાઈડમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેમની જાણ ત્યાંથી પસાર થતાં વાહનચાલકને થતાં પોલીસને જાણ કરી હતી. તેમ જ ઘટના સ્થળે પરિવારજનો પણ પહોંચ્યા હતા. દરમિયાન બાઇકચાલક મૃતક પ્રભાત છગનભાઈ ઝાલાનાં મૃતદેહ પાસેથી અકસ્માત થયેલું બાઈક પણ મળી આવ્યું હતું, જેથી પરિવારજનોએ તેમની સાથે તેમના મિત્ર રાયલાભાઇ ઉર્ફ રવજીભાઈ તેરસિંહ કલેશ (આદિવાસી) હોવાનું જણાવ્યું હતું.

મિત્રનો મૃતદેહ વાડીમાં ગળેફાંસો ખાધલી હાલતમાં મળ્યો

Advertisement

આ પણ વાંચો - Surat : ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, હરિપુરા કોઝવે ગરકાવ થતાં 10 ગામ સંપર્ક વિહોણા થયા

આ મામલે પોલીસે તપાસ કરતા અકસ્માત નીપજેલા બાઈક પાસેથી બે જોડી ચપ્પલ પણ મળી આવ્યા હતા, જેથી પોલીસે વધુ તપાસ આદરી હતી. દરમિયાન જે મિત્ર છે તે વાડી ખાતે મજૂરી અર્થે ગયો હતો તે જ વાડી ખાતે ઝાડ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે. પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા ઘટના સ્થળે ડીવાયએસપી તેમ જ એસ.પી સહિતનાં ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. આ બનાવને લઈ સ્થાનિક લોકોમાં પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. પોલીસે બંનેનાં મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે પીએમ અર્થે રાજકોટ ખસેડ્યા હતા. પોલીસની (Jetpur Police) પ્રાથમિક પૂછપરછમાં બંને મિત્રો સાથે જતા હતા ત્યારે અકસ્માત સર્જાતા, બીકે આ વ્યક્તિએ પણ આત્મહત્યા કરી હોવાનો અનુમાન છે. હાલ, PM રિપોર્ટ બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે.

આ પણ વાંચો -Vadodara: કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના,એકનું મોત

અહેવાલ : હરેશ, જેતપુર

Tags :
Advertisement

.