Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024 : જેડીએસ જોડાયું NDA ગઠબંધનમાં..!

આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024)માં કોંગ્રેસ ( congress)ને હરાવવા માટે NDA ગઠબંધન (NDA alliance) વધુ મજબૂત થયું છે. શુક્રવારે જેડીએસ (જનતા દળ સેક્યુલર) બીજેપીની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએ (નેશનલ ડેમોક્રેટિક પાર્ટી)માં જોડાઈ ગયુ છે. જેડીએસ...
lok sabha election 2024   જેડીએસ જોડાયું nda ગઠબંધનમાં
આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024)માં કોંગ્રેસ ( congress)ને હરાવવા માટે NDA ગઠબંધન (NDA alliance) વધુ મજબૂત થયું છે. શુક્રવારે જેડીએસ (જનતા દળ સેક્યુલર) બીજેપીની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએ (નેશનલ ડેમોક્રેટિક પાર્ટી)માં જોડાઈ ગયુ છે. જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે કર્ણાટકમાં સીટ વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી.
લોકસભા ચૂંટણી લડવાની તૈયારી
કર્ણાટકમાં જેડીએસ અને ભાજપ એક સમયે સાથે હતા, પરંતુ આ વખતે ભાજપ, જેડીએસ અને કોંગ્રેસ અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડ્યા છે. જેડીએસને વિધાનસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો હતો. હવે ફરી એકવાર ભાજપ અને જેડીએસ કર્ણાટકમાં સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

Advertisement

જેડીએસ પાસે લોકસભામાં કોઈ સભ્ય નથી
વર્ષ 2019ના ચૂંટણી ડેટા પર નજર કરીએ તો જેડીએસ માત્ર એક સીટ જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપે માંડ્યા, બેંગલુરુ (ગ્રામીણ) અને ચિકબલ્લાપુર બેઠકો જીતી હતી. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના હાસનમાંથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ 1 સપ્ટેમ્બરના રોજ કર્ણાટક હાઈકોર્ટે તેમની ઉમેદવારી રદ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તેણે 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં ખોટી માહિતી આપી હતી. તેણે પોતાની 24 કરોડથી વધુની આવક છુપાવી હતી. પ્રજ્વલ 2019ની લોકસભા ચૂંટણી જીતનાર પાર્ટીના એકમાત્ર સાંસદ હતા. હાસનનું સાંસદ પદ રદ થયા બાદ હવે જેડીએસ પાસે લોકસભામાં કોઈ સભ્ય નથી.
વિધાનસભા ચૂંટણીમાં 19 બેઠકો
ગત લોકસભા ચૂંટણીમાં જેડીએસને 9.67% વોટ મળ્યા હતા. તે જ સમયે, જેડીએસએ વિધાનસભા ચૂંટણીમાં 19 બેઠકો જીતી હતી અને પાર્ટીને 13.29% મત મળ્યા હતા.
Tags :
Advertisement

.