Jayesh Raddia : સુરતમાં જયેશ રાદડિયાના પ્રહાર, કહ્યું- સમાજને માયકાંગલાઓની જરુર નથી..!
જામનગર (Jamnagar) બાદ હવે સુરતમાં પણ જયેશ રાદડિયાના (Jayesh Raddiya) આકરું વલણ જોવા મળ્યું છે. સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની (Vitthal Raddia) વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયા દ્વારા આપવામાં આવેલ નિવેદન હાલ ખૂબ જ ચર્ચામાં છે. કહેવાઈ રહ્યું છે કે, આ નિવેદન થકી જયેશ રાદડિયાએ આડકતરી રીતે નરેશ પટેલ (Naresh Patel) પર આકરા પ્રહાર કર્યા છે. જયેશ રાદડિયાએ કહ્યું કે, કેટલાક લોકો હમણા સમાજની વાતો કરે છે. સમાજને માયકાંગલાઓની જરુર નથી. તે પોતે તો ડૂબે અને સમાજને પણ ડુબાડે છે.
Jayesh Radadiya અને Naresh Patel વચ્ચે તિરાડ! | Gujarat First#jayeshradadiya #nareshpatel #iffco #patidar #gfcard #gujaratfirst pic.twitter.com/GntTcZwbit
— Gujarat First (@GujaratFirst) July 29, 2024
આડકતરી રીતે જયેશ રાદડિયાએ નરેશ પટેલ પર કર્યા પ્રહારો!
જણાવી દઈએ કે, સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની (Vitthal Raddia) પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સુરત (Surat) આવેલા જયેશ રાદડિયા આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. દરમિયાન, તેમને જે નિવદેન આપ્યું તે હાલ ખૂબ જ ચર્ચામાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે, જયેશ રાદડિયાએ (Jayesh Raddiya) આ નિવેદન થકી આડકતરી રીતે નરેશ પટેલ પર પ્રહાર કર્યા છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે, સમય આવ્યા જવાબ આપવાની તૈયારી છે. આ એ જ લોકો છે જે સમય આવે ટોચ પર બેસાડી શકે અને નીચે પણ ઉતારી શકે છે. તેમણે જણાવ્યું કે, રાજકીય રીતે મજબૂત આગેવાન હશે તો મારે પણ નીચે બેસવાની તૈયારી છે. ત્યારે સુરતનાં પાટીદાર અગ્રણીઓએ (Patidar Samaj) પણ જયેશ રાદડિયાના સૂરમાં સૂર પુરાવ્યો હતો.
Mudda Ni Vaat : રાદડિયાનો ફરીથી હુંકાર । Gujarat First@GujaratFirst @ijayeshradadiya @BJP4Gujarat #NareshPatel
#MuddaNiVaat #GujaratFirst #Gujarat #JayeshRadadiya #Surat #JamKandorana pic.twitter.com/VYRIFikIEr— Gujarat First (@GujaratFirst) July 29, 2024
સમાજની વાતો કરનાર ક્યારેય રાજનીતિમાં ન જાય : જયેશ રાદડિયા
જયેશ રાદડિયાએ આગળ કહ્યું હતું કે, સમાજની વાતો કરનાર ક્યારેય રાજનીતિમાં ન જાય. કેટલાક લોકો હમણા સમાજની વાતો કરે છે. સમાજને માયકાંગલાઓની જરુર નથી. પોતે તો ડૂબે અને સમાજને પણ ડુબાડે છે. તેમણે કહ્યું કે, પાડી દેવાના કાવતરા ક્યારેય સફળ નહીં થાય. જણાવી દઈએ કે, સુરતનાં કેટલાક અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જયેશ રાદડિયાને (Jayesh Raddiya) પાડવાની તૈયારી થઈ રહી છે. ખોડલધામમાં બની બેઠેલા ટ્રસ્ટીઓ આ કામ કરી રહ્યા છે. પરંતુ, જણાવી દઈએ કે ખોડલધામનાં (Khodaldham) એક-એક કામમાં વિઠ્ઠલ રાદડિયાએ પોતાનું લોહી રેડ્યું છે. ત્યારે વિઠ્ઠલભાઈની જેમ જ જયેશ રાદડિયા પણ સમાજનું કામ કરી રહ્યા છે. પાટીદાર સમાજનો રોષ ખોડલધામ પ્રત્યે નહીં પરંતુ બની બેઠેલા ટ્રસ્ટીઓનાં નિર્ણયને લઈને છે.
આ પણ વાંચો - Gujarat BJP : સંસદીય દળ એ ગુજરાતનાં આ બે સાંસદોને સોંપી મહત્ત્વની જવાબદારી
આ પણ વાંચો - Ambaji : ગુજરાતમાં મંત્રીનો પરિવાર પણ સલામત નથી! આરોગ્યમંત્રીના ભાઈની દુકાન પર પથરમારો
આ પણ વાંચો - Theka Coffee ના કરોડપતિ માલિકની ઉંઘ હરામ કરનારને ક્રાઈમ બ્રાંચે ગોવાથી પકડ્યો