Jaya Bachchan ની માતા ઈન્દિરા ભાદુરીએ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
- Jaya Bachchan ની માતા Indira Bhaduriનું થયું નિધન
- Indira Bhaduri નું મંગળવારે મોડી રાત્રે નિધન થયું હતું
- 15 વર્ષની ઉંમરે સત્યજીત રેની ફિલ્મમાં કામ કર્યું હતું
Indira Bhaduri Passes Away : બોલિવૂડ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ Jaya Bachchan ની માતા અને અમિતાભ બચ્ચનના સાસુ Indira Bhaduri નું નિધન થયું છે. ત્યારે Indira Bhaduri એ 94 વર્ષની વયે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે Indira Bhaduri કેટલાક દિવસોથી ખૂબ જ બીમાર હતી અને ડોક્ટરોની દેખરેખમાં હતી. પરંતુ તાજેતરમાં એકદમ ખરબા હાલત થતા ગઈ કાલની મોડી રાત્રે અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન મોડી રાત્રે ભોપાલ પહોંચી ગયો હતો.
Jaya Bachchan ની માતા Indira Bhaduri નું થયું નિધન
અભિષેક બચ્ચન સાથે Jaya Bachchan પણ ભોપાલ પહોંચી ગયા હતી. ત્યારે મોડીરાત્રે Indira Bhaduri નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. જે બાદ બચ્ચન પરિવારના તમામ લોકો તાત્કાલિક ધોરણે ભોપાલ જવા માટે રવાના થયા છે. ત્યારે બોલિવૂડના અનેક કલાકારો પણ ભોપાલ જવા માટે નિકળી પડ્યા છે. જોકે Indira Bhaduri ભોપાલના શ્યામલા હિલ્સમાં અંસલ એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. Indira Bhaduri ના પતિ તરુણ ભાદુરી પત્રકાર અને લેખક હતા. તેમણે અનેક અખબારોમાં પણ કામ કર્યું હતું. તેમના પતિ તરુણ ભાદુરીનું 1996 માં અવસાન થયું હતું.
આ પણ વાંચો: આજદીન સુધી કોઈ ભારતીય ફિલ્મમાં નથી થયું, તે Prabhas ની ફિલ્મમાં થશે
Indira Bhaduri નું મંગળવારે મોડી રાત્રે નિધન થયું હતું
એક અહેવાલ અનુસાર, Indira Bhaduri નું મંગળવારે મોડી રાત્રે (Indira Bhaduri Passes Away) નિધન થયું હતું. આ સમાચાર મળતા જ બચ્ચન પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. સૌથી પહેલા અભિષેક બચ્ચન તેની દાદીના ઘરે પહોંચ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન અને પરિવારના અન્ય સભ્યો ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભોપાલ પહોંચી રહ્યા છે. અભિષેક અને શ્વેતા બચ્ચન તેમની દાદીની ખૂબ નજીક હતા. Jaya Bachchan ના માતા-પિતાનો મધ્ય પ્રદેશ સાથે લાંબો સંબંધ છે. Jaya Bachchan નો જન્મ પણ મધ્યપ્રદેશમાં થયો હતો.
15 વર્ષની ઉંમરે સત્યજીત રેની ફિલ્મમાં કામ કર્યું હતું
Jaya Bachchan ના કરિયરની વાત કરીએ તો તે નાની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં જોડાઈ ગઈ હતી. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે સત્યજીત રેની ફિલ્મ મહાનગરથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.Jaya Bachchan એ ઉપહાર, ત્રયશ અને કોરા કાગઝ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જયાની અગાઉની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની હતી, જેમાં તે ધર્મેન્દ્ર, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ સાથે જોવા મળી હતી.
આ પણ વાંચો: આ તો કેવી બહેન! 24 વર્ષે 54 વર્ષના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરીને...